Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શિબા ચઢ્ઢા બનશે રુક્સાર બેગમ

શિબા ચઢ્ઢા બનશે રુક્સાર બેગમ

03 March, 2020 04:44 PM IST | Ahmedabad
parth dave | feedbackgmd@mid-day.com

શિબા ચઢ્ઢા બનશે રુક્સાર બેગમ

શિબા ચઢ્ઢા દેખાશે રુકસાર બેગમના પાત્રમાં

શિબા ચઢ્ઢા દેખાશે રુકસાર બેગમના પાત્રમાં


વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઉલ્લુ ઍપ પર વધુ એક રસપ્રદ વેબ-સિરીઝ આવવાની છે. મોટા ભાગે ઍડલ્ટ કન્ટેન્ટ પીરસતી આ ઍપ દ્વારા ‘પાંચાલી’, ‘હલાલા’, ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’ જેવા ગણ્યાગાંઠયા કન્ટેન્ટ-બેઝ્‍ડ શો રજૂ થયા છે ત્યારે આગામી સિરીઝમાં પણ કંઈક જુદા પ્રકારની સ્ટોરીલાઇન જોવા મળશે. ઉત્તર પ્રદેશના ગાયકો અને નર્તકો પર આધારિત આ શોમાં મીરાસી સમુદાયની એક છોકરીના પ્રેમ, ભક્તિ, સમર્પણ અને વિશ્વાસઘાતની વાત હશે.

ઉલ્લુ ઍપ સાથે ઓટીટી પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થનારા આ શોનું નામ ‘મીરાસણ’ હોઈ શકે છે. આ શોમાં પ્રિન્સ દુઆ અને જાણીતી અભિનેત્રી શિબા ચઢ્ઢા મહત્ત્વના પાત્રમાં જોવા મળશે. શિબા નવાબનાં પત્ની રુક્સાર બેગમનો રોલ કરશે. રુક્સાર બેગમ એક પ્રેમાળ માતા અને પત્ની હોય છે, પણ અન્ય લોકો સાથે તેમના સામાજિક દરજ્જાના આધારે વાત કરે છે અને પ્રભુત્વ જમાવે છે.
શિબા ચઢ્ઢા ટીવી, ફિલ્મો અને વેબ-સિરીઝનો જાણીતો ચહેરો છે. તેમણે ‘પર્મનન્ટ રૂમમેટ્સ’, ‘મિર્ઝાપુર’ જેવી વેબ-સિરીઝ ઉપરાંત, ‘કસ્તૂરી’, ‘ના આના ઇસ દેસ લાડો’, ‘પવિત્ર રિશ્તા’ જેવા ટીવી-શો કર્યા છે; તો ‘ગલી બૉય’, ‘બધાઈ હો’, ‘રેઇડ’, ‘દિલ્હી ૬’, ‘દમ લગાકે હઈશા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 04:44 PM IST | Ahmedabad | parth dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK