Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ પર બનતી ફિલ્મમાં નાર્કો ઑફિસરની ભૂમિકા ભજવશે શક્તિ કપૂર

સુશાંત સિંહ પર બનતી ફિલ્મમાં નાર્કો ઑફિસરની ભૂમિકા ભજવશે શક્તિ કપૂર

28 September, 2020 09:08 PM IST | Mumbai
Agencies

સુશાંત સિંહ પર બનતી ફિલ્મમાં નાર્કો ઑફિસરની ભૂમિકા ભજવશે શક્તિ કપૂર

શક્તિ કપૂર

શક્તિ કપૂર


સુશાંત સિંહ રાજપૂત પર બની રહેલી ‘ન્યાય: ધ જસ્ટિસ’માં નાર્કો ઑફિસરની ભૂમિકા શક્તિ કપૂર ભજવશે. આ ખૂબ જ આશ્ચર્યની વાત છે કે તેની દીકરી શ્રદ્ધા કપૂરની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ડ્રગ્સના મામલામાં પૂછપરછ કરી રહ્યો છે અને શક્તિ કપૂર ફિલ્મમાં નાર્કો ઑફિસર બનવાનો છે. ફિલ્મમાં ઝુબેર કે. ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સુશાંતનું પાત્ર ઝુબેર અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો રોલ શ્રેયા ભજવવાની છે. ફિલ્મના ડિરેક્ટર દિલીપ ગુલાટી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થવાને આરે છે અને ડિસેમ્બરમાં એને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે અને કલાકારો વિશે ઝુબેરે કહ્યું હતું કે ‘અમન વર્મા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઑફિસર, નાર્કો ઑફિસર શક્તિ કપૂર સર અને સુધા ચન્દ્રનજી સીબીઆઇ ઑફિસરનું પાત્ર ભજવશે. શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. સ્ટોરી લાંબી થવાની હોવાથી હજી વધુ કૅરૅક્ટર્સનો સમાવેશ કરવામાં આવશે. અંકિતા લોખંડે, ક્રિતી સૅનન અને સારા અલી ખાન, સુશાંતની ફૅમિલી, તેની બહેન, વકીલ, એક્સ-મૅનેજર દિશા સાલિયાન અને શ્રુતિ મોદી સાથે જ aકાસ્ટિંગ પૂરું કરવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 09:08 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK