બિપાશાને મનાવવા મથી રહ્યો છે શાહિદ

Published: 24th October, 2011 20:10 IST

શાહિદ કપૂર અને બિપાશા બાસુ વચ્ચેનો સંબંધ ઘણા ઓછા સમય માટે ચાલ્યો હતો. શાહિદ તેની ફિલ્મ ‘મૌસમ’માં વ્યસ્ત હતો અને ત્યાર પછી પણ બિપાશાને લાગતું હતું કે શાહિદ તેને પૂરતો સમય નથી આપી રહ્યો. આ ઉપરાંત કહેવામાં આવે છે કે બન્નેના સ્વભાવ ઘણા અલગ હોવાને લીધે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

આ કારણે જ શાહિદ બિપાશાને મનાવવા માગતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે તે પોતાના મિત્રો સાથે યુરોપની ટ્રિપ પર ગયો છે અને તે ગ્રીસ જઈને બિપાશા સાથે પણ સમય પસાર કરશે.

બિપાશા અત્યારે આર. માધવન સાથેની ‘શાદી ફાસ્ટફૉર્વર્ડ’ના શૂટિંગ માટે ગ્રીસ ગઈ છે અને જ્યારે શાહિદને આ બાબતની ખબર પડી ત્યારે તેણે તરત આ નર્ણિય લઈ લીધો હતો. શાહિદે પોતાની આ ટૂર વિશે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પણ લખ્યું હતું કે તે પાંચ વર્ષ બાદ એક હૉલિડે પર જઈ રહ્યો છે અને સ્ટ્રેસ દૂર કરવા માગે છે. જોકે આ ટ્રિપનું છૂપું કારણ પણ તેના માટે એક ટાસ્ક બરાબર જ કહી શકાય.

‘મૌસમ’ રિલીઝ થઈ ત્યાં સુધી શાહિદ અને બિપાશાના સંબંધો ઘણા અંગત થઈ ગયા હતા અને પ્રીમિયરમાં બન્ને ઘણો સમય એકસાથે જોવા મળ્યાં હતાં. બન્નેને એકબીજાની કંપની પસંદ છે એ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને લાગ્યું હતું. જોકે શરૂઆતથી જ તેમના સંબંધમાં ઘણી મુશ્કેલીઓ હતી અને કહેવામાં આવે છે કે બિપાશા ગ્રીસમાં શૂટિંગ માટે નીકળી ત્યારે તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું હતું.

જોકે વચ્ચે એવા ખબરો પણ આવ્યા હતા કે શાહિદ અને અનુષ્કા શર્મા વચ્ચેના સંબંધો પણ ઘણા અંગત છે, પણ શાહિદે આ ખબરોને ટ્વિટર પર ઘણા આકરા શબ્દોમાં નકારી કાઢ્યા હતા. બિપાશા પણ ‘દમ મારો દમ’ના કો-સ્ટાર રાણા દગુબટ્ટીથી ઘણી ક્લોઝ માનવામાં આવે છે, પણ તેમણે હંમેશાં એ કહ્યું છે કે તેમના સંબંધો મિત્રતાના જ છે. હવે એ તો સમય જ કહેશે કે શાહિદ-બિપાશાની આ લવસ્ટોરી હજી કેવા વળાંકો લેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK