Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > Kabir Singh Movie Review: એક સુંદર લવ સ્ટોરી, શાહિદની જોરદાર એક્ટિંગ

Kabir Singh Movie Review: એક સુંદર લવ સ્ટોરી, શાહિદની જોરદાર એક્ટિંગ

21 June, 2019 02:43 PM IST |
પરાગ છાપેકર

Kabir Singh Movie Review: એક સુંદર લવ સ્ટોરી, શાહિદની જોરદાર એક્ટિંગ

Kabir Singh Movie Review

Kabir Singh Movie Review


અનહદ પ્રેમ કરનારા, પ્રેમમાં કુર્બાન થઈ જનારા પ્રેમી અને પ્યારમાં તબાહ થઈ જનારા પ્રેમી. પ્રેમના એવા કેટલાક સ્પરૂપ બૉલીવુડે અમને સમય પર દર્શાવી બતાવ્યું છે. બૉલીવુડની આ રીત સારી હિટ ફિલ્મોમાં પણ નજર આવી રહી છે. પરંતુ કબીર સિંહ આ બધી કેટેગરીમાં આવતા પણ આ બધાથી બહાર નીકળી જાય છે.

પોતાના કૉલેજ લાઈફની પ્રેમિકા પ્રીતિથી એકદમ બિનપરંપરાગત રીતે પ્રેમ કરનારા કબીર સિંહ (શાહિદ કપૂર) ક્યારે પણ પોતાની પ્રેમિકા પ્રીતિ (કિયારા અડવાણી)થી એવું નથી પૂછતા કે તે એનાથી પ્રેમ કરે છે નહીં. બસ તે પહેલી નજરથી પ્રીતિને પ્યાર કરવા લાગે છે અને પ્રીતિને પણ એમનાથી ક્યારે પ્રેમ થઈ જાય છે એને પોતાને પમ ખબર નથી પડતી. પરંતુ વસ્તુ ત્યારે બગડી જાય છે જ્યારે પ્રીતિના પિતા લગ્ન માટે ના પાડી દે છે અને એના લગ્ન બીજા કોઈ સાથે નક્કી કરી દે છે. અહીંયાથી શરૂ થાય છે કબીર સિંહનો સફર જેમાં તે પોતાની જાતને વિનાશ કરવાનું શરૂ કરી દે છે.



અભિનયની વાત કરીએ તો શાહિદ કપૂર એકવાર ફરીથી સાબિત કરતા નજર આવી રહ્યા છે કે ભૂમિકા કેટલી પણ મુશ્કેલ કેમ નહીં હોય તે પાર કરી જાય છે. કૉલેજ સ્ટૂડન્ટ્સથી લઈને બધું જાણતા તો પોતાના જીવનનું વિનાશ કરી દે છે આ અસામાન્ય સર્જન. શાહીદે આ બધા રંગોને સુંદર રીતે પરિણામ સુધી પહોંચાડ્યા છે. કિયારા અડવાણીનું પાત્ર થોડી કમજોર રહી. ત્યાં કબીરની સામે એટલી લાચાર કેમ રહી એનું કારણ કે લૉજિક ફિલ્મમાં ક્યાં પણ નજર નથી આવી રહ્યું. તો પણ કિયારાએ પ્રીતિના પાત્રને સારી રીતે ભજવ્યું છે. એ સિવાય લીજેન્ડરી એક્ટર કામિની કૌશલ, સુરેશ ઑબરોય જેવા કલાકારોએ પોતાની સશક્ત નોંધણી કરી. અર્જન બાજવાને કેટલાક વધુ દ્રશ્યો આપવામાં આવ્યા હોત તો તે સારા હોત.


કબીરસિંહના મિત્ર (સોહમ મજુમદાર)નો સૌથી નોંધપાત્ર પ્રભાવ હતો, જેમણે દરેક સીનમાં સાબિત કર્યું કે તેઓ એક સારા અભિનેતા છે. એવું નથી બધુ સારૂ છે. ફિલ્મની લંબાઈ બહુ જ વધારે છે, જે તમને ગમશે નહીં. ઈન્ટરવલ સુધી હિરોઈનની માસૂમિયત કદાચ તમને મૂર્ખ પણ લાગી શકે છે. કહેવાય છે કે કોઈ પણ કળાકૃતિ પૂર્ણ નથી થતી સારા લોકો સાથે થોડી દુષ્ટતા પણ આવશ્યક છે. કુલ મળીને કબીર સિંહ એક અલગ હટકે ફિલ્મ છે, એક એવી લવ સ્ટોરી છે જેના વિશે તમે જાણો તો છો પણ અત્યાર સુધી જોઈ નથી, તેથી દેખીતી રીતે તે તમને મનોરંજન કરશે.

આ પણ વાંચો : શું તમે ઓળખો છો આ અભિનેતાને ? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે


કલાકાર: શાહિદ કપૂર, કિયારા અડવાણી, સોહમ મજૂમદાર, કામિની કૌશલ, સુરેશ ઑબરોય

નિર્દેશક: સંદીપ વાંગા

સ્ટાર્સ: 5માંથી 3.50 સ્ટાર

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 02:43 PM IST | | પરાગ છાપેકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK