Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમે ઓળખો છો આ અભિનેતાને ? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

શું તમે ઓળખો છો આ અભિનેતાને ? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

21 June, 2019 01:44 PM IST |

શું તમે ઓળખો છો આ અભિનેતાને ? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભ

ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભ


આ ફોટો જોઇને ભલભલા માથું ખંજોળતા હશે કે આ કોણ અભિનેતા છે. અત્યાર સુધી ભાગ્યે જ કોઇ ઓળખી શક્યું છે કે આ ક્યા અભિનેતા છે. તો હવે અમે તમારી આતુરતાનો અંત લાવીએ અને કહી દઇએ કે આ કોણ છે. ફોટોમાં જોવો છો એ બીજુ કોઇ નહીં પરંતુ મહાનાયક અમિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચને હાલ તેમની અપકમિંગ ફિલ્મ ગુલાબો સિતાબોને લઈને લખનઉમાં શૂટ કરી રહ્યા છે. ફિલ્મ ગુલાબો સિતાબોને લઈને તેમનો નવો લૂક સામે આવ્યો છે. આ પહેલા પણ અમિતાભ બચ્ચન પા અને 102 નોટ આઉટ ફિલ્મમાં અલગ ગેટઅપ સાથે દેખાઈ ચૂક્યા છે જેને લોકો દ્રારા ઘણું પસંદ કરવામાં આવ્યું છે.

અલગ અંદાજમાં જોવા મળશે અમિતાભ



અમિતાભ બચ્ચને પોતે આ વિશે સોશિયલ મીડિયા ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ થવાની માહિતી આપી હતી. ફિલ્મનું ડિરેક્શન શૂજિત સરકાર કરી રહ્યા છે. ગુલાબો સિતાબો 24 એપ્રિલ 2020માં રિલીઝ થશે. ગુલાબો સિતાબોનો અમિતાભનો નવો લૂક સામે આવ્યો છે ત્યારે અમિતાભ બચ્ચન અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચન દર વખતે કઈક અલગ કરવામાં માને છે જેના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતા રહે છે. અમિતાભ ફિલ્મના કેરેક્ટર અનુસાર પોતાની તૈયારીઓ કરતા જોવા મળે છે.


અમિતાભ-આયુષ્માન પહેલી વાર સાથે કામ કરશે

ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચન સાથે આયુષ્માન ખુરાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવા બાબતે આયુષ્માન ઘણો ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. આ વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, 'તે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવામાટે ઉત્સાહિત અને બેચેન છું. તેમની સાથે કામ કરવાની વાતથી જ મારા પેટમાં પતંગિયા ઉડવા લાગે છે. મને એ વાત સમજમાં નથી આવતી કે જ્યારે પહેલીવાર હું તેમની સાથે ફ્રેમમાં હોઈશ તો કેવો અનુભવ રહેશે.'


આયુષ્માન ખુરાના સૂજિત સરકારના ડિરેક્શનમાં આ પહેલા પણ કામ કરી ચૂક્યો છે. સૂજિત સરકાર ડિરેક્ટેડ ફિલ્મ વિકી ડોનર સાથે આયુષ્માને બોલીવૂડ ડેબ્યૂ કર્યુ હતુ.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 01:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK