અબરામની પહેલવહેલી મૅચ અમે જીત્યા એની મને ખુશી છે : શાહરુખ

Published: Apr 10, 2015, 06:16 IST

આઠમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)દરમ્યાન પહેલી જ મૅચમાં કલકત્તાનો વિજય થયો હતો અને શાહરુખ ખાન આ જીતથી ખૂબ જ ખુશ હતો, કારણ કે આ મૅચ શાહરુખના સૌથી નાના અને બે વર્ષથીયે ઓછી ઉંમરના દીકરા અબરામની પહેલી મૅચ હતી.

શાહરુખે ટ્વીટ કર્યું હતું કે અબરામની આ પહેલી મૅચ હતી અને તે અમારા ફેવરમાં આવી હોવાથી એની મને બહુ ખુશી છે.

કલકત્તાએ સાત વિકેટથી મુંબઈ ઇન્ડિયન્સની સામે વિજય મેળવ્યો હતો. આ દરમ્યાન શાહરુખે કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે મારાં બાળકો સ્પોટ્ર્સ અને એમાં પણ ખાસ કરીને આ ગેમને એન્જોય કરે. મને IPL ખૂબ જ પસંદ છે. IPL મારા દિલની એકદમ નજીક છે અને હું ખુશ છું કે મારાં બાળકો અહીં મૅચ જોવા આવ્યાં તેમ જ હાર અને જીતની કિંમત સમજ્યાં. મૅચમાં અમારી ટીમ વિજયી બની અને એણે બનવું જ પડત, કારણ કે મારાં તમામ બાળકો આજે હાજર હતાં.’

શાહરુખનો દીકરો અબરામ મૅચ જીત્યા બાદ પિચની આસપાસ દોડતો જોવા મળ્યો હતો અને તેણે ટીમના કૅપ્ટન ગૌતમ ગંભીરને ગળે મળવાની કોશિશ પણ કરી હતી. શાહરુખે આગળ જણાવતાં કહ્યું હતું કે ‘તમે ત્રણે બાળકોને સાથે લઈને આવો અને પછી તેમને નિરાશ ન કરી શકો. આ ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે હું ઘણા લાંબા સમય પછી ત્રણે સાથે સમય પસાર કરી રહ્યો છું. હું મારી દરેક મૅચ વખતે આવીશ.’

મારાં પાત્રો મારાથી સારી રીતે કોઈ ન કરી શકે : શાહરુખ

શાહરુખ ખાને કરણ જોહર સાથે તેની હટકે ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ આપી હતી અને હવે તે મનીષ શર્મા સાથે ‘ફૅન’ અને રાહુલ ધોળકિયા સાથે ‘રઈસ’ કરી રહ્યો છે. આ ફિલ્મો પણ શાહરુખની અન્ય ફિલ્મોની જેમ કમર્શિયલ જ હશે, પરંતુ આ એવી ફિલ્મો છે જેને શાહરુખ ઘણા સમયથી કરવા માગતો હતો, પરંતુ તેને આ ફિલ્મ માટે હમણાં સમય મળ્યો છે. આ ફિલ્મ માટે શાહરુખ એકદમ કૉન્ફિડન્ટ છે. આ ફિલ્મના રોલ માટે તે કોઈ પણ પ્રકારનું રિહર્સલ નથી કરી રહ્યો. છતાં તેના કહેવા મુજબ આ પાત્રોને તેનાથી સારી રીતે કોઈ ભજવી શકે એમ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK