Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરૂખ ખાને દીકરાની તસવીર સાથે લખ્યો ભાવુક સંદેશ, પોસ્ટ થઈ વાયરલ

શાહરૂખ ખાને દીકરાની તસવીર સાથે લખ્યો ભાવુક સંદેશ, પોસ્ટ થઈ વાયરલ

27 April, 2019 05:29 PM IST |

શાહરૂખ ખાને દીકરાની તસવીર સાથે લખ્યો ભાવુક સંદેશ, પોસ્ટ થઈ વાયરલ

શાહરુખ ખાન, પુત્ર અબરામ ખાન

શાહરુખ ખાન, પુત્ર અબરામ ખાન


બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પોસ્ટમાં શાહરુખ ખાને દીકરા સાથે કોલાજ કરેલી તસવીર શેર કરી છે. થોડીવારમાં જ આ પોસ્ટને હજારો લાઇક્સ મળી ચૂક્યા છે.

Shah Rukh Khan with son Abram Khan



કિંગ ખાને તાજેતરમાં જ સંજય લીલા ભણસાલી સાથે 17 વર્ષ પછી ફિલ્મ કરવાની કરેલી જાહેરાત ચર્ચામાં છે. શનિવારે તેણે સોશિયલ મીડિયા પર પોતાના દીકરા અબરામની તસવીર સાથે કોલાજ કરેલો પોતાનો ફોટો શેર કર્યો. આ ફોટોમાં શાહરુખ ખાને ચાહકોના અભિવાદનો સ્વીકારતાં ફ્લાઇંગ કિસ આપતો જોવા મળે છે, જ્યારે દીકરો અબરામ પણ આભિવાદન સ્વીકારતો હોય તેવા અંદાજમાં જોવા મળે છે.



શાહરુખ ખાને ફોટો કૅપ્શનમાં લખ્યું છે કે હકીકતે તમે ત્યાર સુધી તમારા વ્યક્તિત્વને નથી સમજી શકતા, જ્યાર સુધી તમારા નાના રૂપમાં તમારા સંતાનની હાજરી ન હોય. કારણકે તે આબેહુબ તમારી જેમ જ રિએક્ટ કરે છે. આ પોસ્ટ દ્વારા તે કહેવા માગે છે કે તેનો દીકરો અબરામ તેની જેમ જ રિએક્ટ કરે છે અને તેનામાં શાહરુખને પોતાનું બાળપણ દેખાય છે.

આ પણ વાંચો : ઈન્ટાગ્રામ પર પ્રભાસની એન્ટ્રી પર શ્રદ્ધા કપૂરે વખાણ સાથે કર્યું સ્વાગત

કિંગ ખાન પોતાના પરિવારની તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરતો રહે છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરુખે કહ્યું હતું કે તે અબરામને ખૂબ જ પ્રેમ કરે છે. તે શાહરુખના દીલની ખૂબ જ નજીક છે અને તેમાં તેને પોતાનું બાળપણ દેખાય છે. કિંગ ખાન અને દીકરા ખાનની આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટ પર શાહરુખને તેના ચાહકોએ પોઝિટિવ મેસેજિસ પણ મોકલાવ્યા છે

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 05:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK