Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના, જુઓ ફોટોસ

પોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના, જુઓ ફોટોસ

01 July, 2019 11:53 AM IST | મુંબઈ

પોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના, જુઓ ફોટોસ

પોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના

પોલીસના રોલમાં કાંઈક આવી લાગશે કરીના


કરીના કપૂર ખાને પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને તેનો ફિલ્મમાંથી ફર્સ્ટ લૂક પણ સામે આવી ચુક્યો છે.

કરીનાના મેનેજરે ઈન્સ્ટાગ્રામ પર તેનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. કરીના પહેલી વાર પોલીસના રોલમાં જોવા મળશે. ફોટોસમાં તે ઘણી પાતળી પણ લાગી રહી છે. કરીના પોતાના બોલીવુડ ડેબ્યૂ બાદ 19 વર્ષની ઉજવણી કરી રહી છે. એટલા માટે ઈરફાન ખાન સાથેની તેની આ ફિલ્મ ખૂબ જ ખાસ છે.





કરીના કેઝ્યુઅલ્સમાં લેડી કોપના અવતારમાં જોવા મળી રહી છે. તેણે કમર પર બેજ લટકાવ્યો છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ તેનો લૂક ટ્વિટ્ટર પર શેર કર્યો છે.

બીમારી બાદ અંગ્રેજી મીડિયમ ઈરફાન ખાનની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં રાધિકા મદાન પણ જોવા મળશે. અંગ્રેજી મીડિયમ આવતા વર્ષે 5 એપ્રિલે રીલિઝ થશે. રાધિકા ઈરફાનની દીકરીના પાત્રમાં છે, જેને યૂકે જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવું છે. દીપર ડોબ્રિયાલ અને મનુ રિષી ઈરફાનના ભાઈ અને પિતરાઈની ભૂમિકામાં છે. આ ત્રણેય મિઠાઈની દુકાન ચલાવે છે અને એકબીજા સાથે હરિફાઈ કરે છે.



અંગ્રેજી મીડિયમ 2017માં આવેલી ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. જેમાં ઈરફાન ખાન અને સબા કમર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 11:53 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK