૨૦૨૧ની શરૂઆત કામ સાથે કરી રહી છે સાન્યા મલ્હોત્રા

Published: 10th January, 2021 17:30 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

૨૦૨૦માં તેની બે ફિલ્મો ‘લુડો’ અને ‘શકુંતલા દેવી’ ઑનલાઇન રિલીઝ થઈ હતી

સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા ૨૦૨૧ની શરૂઆતથી જ ખૂબ બીઝી રહેવાની છે. તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ છે. ૨૦૨૦માં તેની બે ફિલ્મો ‘લુડો’ અને ‘શકુંતલા દેવી’ ઑનલાઇન રિલીઝ થઈ હતી. તે ‘મિનાક્ષી સુંદરેશ્વર’, ‘લવ હૉસ્ટેલ’ અને ‘પગલેટ’માં જોવા મળવાની છે. બીઝી હોવા વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘૨૦૨૦માં હું પ્રોફેશનલી ખૂબ વ્યસ્ત હતી. મારી ફિલ્મો રિલીઝ થઈ અને આવનારી ફિલ્મોની જાહેરાત પણ કરવામાં આવી એથી હું લક્કી છું. કામને લઈને તો ૨૦૨૦નું વર્ષ મારા માટે સંતોષજનક જર્ની રહી હતી. હું ખુશ છું કે મારી ફિલ્મો ‘લુડો’ અને ‘શકુંતલા દેવી’ ઑનલાઇન રિલીઝ થઈ હતી. દર્શકોએ એને ઉમળકાભેર વધાવી પણ લીધી હતી. ૨૦૨૧માં પણ હું મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છું. સાથે જ ૩ ફિલ્મો પણ રિલીઝ થવાની છે. આ તકો મળતા હું પોતાને સદનસીબ માનું છું. ૨૦૨૧ની જર્નીની કામથી શરૂઆત કરીને, ફિલ્મોની તૈયારીઓની સાથે જ આવનારી ફિલ્મોનું શૂટિંગ કરવાની છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK