19 વર્ષ બાદ સાથે દેખાશે બોલીવુડના આ બે સુપરસ્ટાર

Updated: Sep 18, 2019, 16:36 IST | મુંબઈ

બોલીવુડના રામ લખન એટલે કે સંજય દત્ત અને જૅકી શ્રોફ 19 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે દેખાવાના છે. અપકમિંગ ફિલ્મ પ્રસ્થાનમમાં જૅકી શ્રોફ અને સંજય દત્ત સિલ્વર સ્ક્રીન પર સાથે દેખાવાના છે.

ફિલ્મ પ્રસ્થાનમનું એક દ્રશ્ય
ફિલ્મ પ્રસ્થાનમનું એક દ્રશ્ય

બોલીવુડના રામ લખન એટલે કે સંજય દત્ત અને જૅકી શ્રોફ 19 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે દેખાવાના છે. અપકમિંગ ફિલ્મ પ્રસ્થાનમમાં જૅકી શ્રોફ અને સંજય દત્ત સિલ્વર સ્ક્રીન પર સાથે દેખાવાના છે. બંનેના ફેન્સ માટે આ બેવડી ખુશીનો અવસર છે.

ઉલ્લેખનીય છે કે પ્રસ્થાનમનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં એક રાજકીય બેકગ્રાઉન્ડમાં પરિવારના વારસા માટેની વાત દર્શાવાઈ છે. ટ્રેલરમાં સંજય દત્ત એક રાજકીય પાર્ટીના નેતા દેખાઈ રહ્યા છે, જેમના વિરુદ્ધ કેટલાક લોકો લડી રહ્યા છે. જૅકી શ્રોફ તેમાંથી એક છે. બંને વચ્ચે ફૅસ ઓફ જેવી સ્થિતિ છે. જો કે ટ્રેલરના ક્લાઈમેક્સમાં એ નથી દર્શાવાયું કે સંજય દત્ત બાદ તેમનું રાજકીય સિંહસાન કોને મળશે. આ માટે ફિલ્મની રાહ જોવી પડશે.

આ પહેલા સંજય દત્ત અને જૅકી શ્રોફ મિશન કાશ્મીર અને ખલનાયકમાં સાથે દેખાયા હતા. હવે 19 વર્ષ બાદ બંને સાથે ફિલ્મમાં દેખાશે. ત્યારે પ્રશંસકો પણ બંનેને સાથે જોવા માટે ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે પ્રસ્થાનમ એ આ જ નામની સાઉથ ઈન્ડિયન ફિલ્મની રિમેક છે. બંને ફિલ્મને દેવા કટ્ટાએ ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો

ફિલ્મમાં સંજય દત્ત અને જૅકી શ્રોફ ઉપરાંત અલી ફઝલ, ચંકી પાંડે, સત્યજીત દુબે, મનીષા કોઈરાલા અને અમાયરા દસ્તૂર લીડ રોલમાં દેખાશે. પ્રસ્થાનમને સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના રોજ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK