Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને કરી જાહેરાત, આ દિવસે થશે રિલીઝ Dabangg 3

સલમાન ખાને કરી જાહેરાત, આ દિવસે થશે રિલીઝ Dabangg 3

27 April, 2019 03:32 PM IST |

સલમાન ખાને કરી જાહેરાત, આ દિવસે થશે રિલીઝ Dabangg 3

દબંગ 3

દબંગ 3


સલમાન ખાનની સુપરહિટ ફ્રેન્ચાઈસી દંબગનો ત્રીજો ભાગ આ વર્ષે રિલીઝ થશે કે નહીં એને લઈને અનુમાન લગાવી રહ્યા હતા કે સલમાન ખાને આ વાતની ઘોષણા કરી દીધી છે. દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

આ સમયે ચુલબુલ પાન્ડે માફિયાની સાથે લડતો જોવા મળશે. જાણકારી મુજબ આ ઉત્તર ભારતમાં જમીન કબ્જા કરનારા માફિયાની એક સાચ્ચી વાર્તા પર આધારિત ફિલ્મ છે અને સલમાન ખાન ભૂ-માફિયાઓથી મુકાબલો કરશે. સુદીપ અને સલમાન ખાનની વચ્ચે મુંબઈના દહિસરમાં બનાવવામાં આવેલા સેટ પર ફાઈટ સીકવેન્સ શૂટ કરવામાં આવશે. મે મહિનાના પહેલા સપ્તાહમાં બન્નેની શૂટિંગ કરવાની યોજના છે. સમાચાર છે કે ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર સુદીપ વિલનનો રોલમાં છે અને તેઓ ચુલબુલ પાન્ડે સાથે મુકાબલો કરશે. સલમાન અને સુદીપ ઘણા સમયથી એક સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ હવે જઈને તે સફળ થઈ રહી છે.



આ સમાચાર મુજબ સલમાન ખાનના આ ફિલ્મમાં બે અવતાર જોવા મળશે. ફિલ્મમાં દબંગના પહેલા ભાગમાં જોવામાં આવેલા કાલ ખંડ પહેલા થયેલી ઘટનાઓને જ દેખાડવામાં આવશે, સલમાન અને સુદીપની વચ્ચે ચોર પોલીસનો ખેલ ચાલતો રહે છે. સલમાન અને સુદીપ મળીને ઘણી ધમાલ કરશે જોકે સુદીપનો રોલ પૂરી રીતે વિલનનો નથી પરંતુ ગ્રે શેડ્યમાં રહેશે. ફિલ્મની શૂટિંગ લગભગ 100 દિવસ સુધી ચાલશે. 


આ વર્ષે સૌથી પહેલા સલમાન ખાનની ભારત ફિલ્મ આવશે, જેમાં એની સાથે કેટરિના કૈફ અને દિશા પટાણી છે. અલી અબ્બાસ ઝાફરની આ ફિલ્મ કોરિયાની ફિલ્મ ઓડ ટૂ ફાધરની રિમેક છે. સલમાન ખાનની છેલ્લી બન્ને દબંગ ફિલ્મોમાંથી એકને અભિનવ કશ્યપ અને બીજાને એમના ભાઈ અરબાઝે ડિરેક્ટ કરી હતી પરંતુ આ સમયે દબંગના નિર્દેશક બદલાઈ ગયા છે. પ્રભુદેવા આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે, જેમણે વર્ષ 2009માં સલમાન ખાનને ફિલ્મ વોન્ટેડમાં ડિરેક્ટ કર્યું હતું અને એ ફિલ્મ બાદ સલમાન કાનની કિસ્મત એવી બદલાઈ કે બાદ તેઓ સફળતાની સીઢી ચઢતા ગયા.

આ પણ વાંચો : Avengers End Gameએ ભારતીય બોક્સ ઑફિસ પર રચ્યો ઈતિહાસ, તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ


ભારતની રિલીઝ બાદ સલમાન ખાન દબંગ 3ની શૂટિંગ પૂરી કરશે. કામ પૂરૂ થયા બાદ સૌથી પહેલા સંજય ભણસાલીની ઈંશાઅલ્લાહ અને બાદ કોરિયન ફિલ્મ વેટરનની શૂટિંગ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 03:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK