થોડા-થોડા સમયે સલમાન ખાનનું દિલ નવી-નવી છોકરીઓ પર વારી જાય છે. થોડાક સમય પહેલાં કંગના હતી. એ પછી સોનાક્ષી અને ઝરીન આવી ને હવે વારો છે બિપાશાનો. સલ્લુએ જાન્યુઆરીમાં થનારી સેલિબ્રિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈ સોહેલ ખાનની મુંબઈ હીરોઝ ટીમની બ્રૅન્ડ ઍમ્બેસેડર તરીકે બિપાશાની પસંદગી કરી છે.
હજી ગયા વરસ સુધી તેમની વચ્ચે બહુ સારા સંબંધો નથી એવું ચર્ચાતું હતું ત્યારે આ જાહેરાતથી લોકોમાં આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે.
સલમાન અને જૉન એબ્રાહમ વચ્ચે બહુ સારાસારી નથી એ બહુ જાણીતી વાત છે. તેમની વચ્ચે ખરેખર શું તકલીફ છે એ તો ખબર નહીં, પણ અફવાઓ એવી ચાલતી હતી કે થોડાંક વષોર્ પહેલાં તેમણે સાથે કરેલી વલ્ર્ડ ટૂર દરમ્યાન તેમની વચ્ચે તનાવ જન્મેલો. બિપાશા એ વખતે જૉનની ગર્લફ્રેન્ડ હતી એટલે ઑટોમૅટિકલી સલમાનના કૅમ્પમાં તેનું નામ બ્લૅકલિસ્ટેડ થઈ ગયેલું. હવે જૉન સાથે બિપ્સનું બ્રેક-અપ થઈ ગયું છે ત્યારે સલમાન સાથે ફરી તેને સારાસારી થઈ ગઈ છે. સારા સંબંધોની શરૂઆતરૂપે ગયા વર્ષે એક અવૉર્ડ-સમારંભ પછી સલમાન અને તેના ગ્રુપ સાથે બિપાશા પાર્ટી મનાવતી જોવા મળેલી.
સલમાન તેના ફ્રેન્ડ્સ અને સંકળાયેલા લોકોને પોતાના તરફથી હિરોઇનોની ભલામણ કરવા માટે જાણીતો છે. જોકે સલ્લુની ફેવરિટ ગલ્ર્સ કંગના રનૌત, સોનાક્ષી સિંહા અને ઝરીન ખાન કરતાં બિપાશા મેદાન મારી ગઈ એ આશ્ચર્યની વાત છે.
આ ડૉગી અને બિલાડાની ફ્રેન્ડશિપ ઇન્સ્ટાગ્રામ પર મચાવે છે તરખાટ
18th January, 2021 09:03 IST'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
17th January, 2021 19:33 ISTYeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
17th January, 2021 12:04 IST૨૦ મહિનાની બાળકી ભારતની સૌથી નાની ઑર્ગન ડોનર બની
17th January, 2021 08:57 IST