Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જનમાં જુઓ સલમાન ખાનનો ડાન્સ

બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જનમાં જુઓ સલમાન ખાનનો ડાન્સ

04 September, 2019 04:03 PM IST |

બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જનમાં જુઓ સલમાન ખાનનો ડાન્સ

બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જનમાં જુઓ સલમાન ખાનનો ડાન્સ


સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ બાપ્પાએ પધરામણી કરી અને મંગળવારે વિસર્જન કરવામાં આવ્યા. અર્પિતાએ ગણેશજીનું વિસર્જન ધૂમધામથી કર્યું હતું જેમાં ઘણા બોલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી. વિસર્જનની ઉજવણી નિમિત્તે હાજર બધા લોકોએ ડાન્સ પણ કર્યો. સલમાન ખાન પણ વિસર્જનમાં મન મુકીને નાચતો જોવા મળ્યો.



સલમાન ખાન વિસર્જનમાં બિલકુલ દેશી અંદાજમાં નાચતા જોવા મળ્યા. સલમાન ખાન સાથે સ્વરા ભાસ્કર અને ડેઝી શાહે પણ ઘણી મસ્તીઓ કરી. સલમાન ખાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે જેમાં તે મસ્ત થઈને બેફિકર ઢોલ પર ડાન્સ કરી રહ્યા છ. ક્યારેક સ્વરા ભાસ્કર તો ક્યારેક ડેઝી શાહ અને ક્યારેક એકલા પોતાની ધૂનમાં નાચ્યા હતા.


આ પણ વાંચો: જાણો, બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસના પરિવારને

આ પહેલા પણ સલમાન ખાનના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા જેમા તે ગણપતિની આરતી કરતા જોવા મળી રહ્યાં છે. સલમાન ખાન સંપૂર્ણ પરિવાર સાથે જોવા મળ્યો. વાઈરલ થયેલા એક વીડિયોમાં સલમાન ખાન તેના ભાણેજ આહિલને ખોળામાં ઉપાડીને ઉભો છે અને તેની સાથે આરતી કરી રહ્યો છે. ભાઈ સલમાન ખાનની સાથે અન્ય ઘણા સ્ટાર્સે અર્પિતા ખાનના ઘરે ગણેશ ચતુર્થીના નિમિત્તે હાજરી આપી હતી


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 04:03 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK