સલમાને દુબઈવાસીઓને સવાલ કર્યો, બૉલીવુડનો રિયલ કિંગ કોણ?
ADVERTISEMENT
જોકે સ્માર્ટ કરીનાએ હરીફરીને સલમાન ઉપરાંત ત્રણ જ ખાનનાં નામ વાગોળ્યાં હતાં. એ હતાં આમિર, સૈફ અને ઇમરાન. અહીં સુધી બધું બરાબર હતું, પણ જ્યારે વાત-વાતમાં ચર્ચા જ્યારે શાહરુખ ખાન તરફ વળતી જણાઈ ત્યારે સલમાને ‘ઇતને પીછે જાને કી ઝરૂરત નહીં હૈ...’ એમ કહીને સિફતપૂર્વક વાત અટકાવી દીધી.
એ પછી રવિવારે દુબઈના એક કાર્યક્રમમાં સલમાને દર્શકો સાથે થોડીક વાતચીત કરી અને વાત-વાતમાં પૂછી નાખ્યું કે બૉલીવુડનો રિયલ કિંગ ખાન કોણ છે?
સલમાનને કિંગ બનવાના અભરખા જાગ્યા હોય એવું લાગે છે. આ બાબતે શાહરુખનું શું કહેવું છે?