આ શહેરનાં અલગ-અલગ સ્થળોએ શૂટ થયેલી આ ફિલ્મોથી બૉલીવુડનાં મોટાં પ્રોડક્શન હાઉસ પણ આકર્ષાયાં છે એવું કહેવામાં આવે છે. આની સાબિતી બુધવારે સલમાન-અરબાઝ ખાને આપી દીધી હતી. ખબરો અનુસાર અરબાઝના પ્રોડક્શન-ડિરેક્શન હેઠળની આ ફિલ્મનું શૂટિંગ તેઓ ભોપાલમાં કરવા માગે છે અને એ માટેનાં સ્થળો શોધવા માટે તેમણે શહેરની મુલાકાત લીધી હતી.
૨૦૧૦માં આવેલી અને સલમાન ખાનની કરીઅરની લૅન્ડમાર્ક ફિલ્મ ગણાતી ‘દબંગ’ એક નાનકડા ગામની સ્ટોરી હતી. જોકે પહેલાંથી જ કહેવામાં આવતું હતું કે સીક્વલમાં તેઓ અમુક પ્રકારના ફેરફારો કરશે અને એને મોટા શહેરની સ્ટોરી તરીકે બતાવવામાં આવશે. અરબાઝ અત્યાર સુધી ફિલ્મની સ્ટોરી લખી રહ્યો હતો અને હવે શૂટિંગ તે આવતા વર્ષે શરૂ કરવા માગે છે. મૂળ ફિલ્મની જ જોડી સલમાન-સોનાક્ષી સિંહા સાથે પ્રકાશ ઝાને વિલન તરીકે ચમકાવતી આ ફિલ્મ આવતા ક્રિસમસમાં રિલીઝ થવાની છે. આ કારણે જ શૂટિંગ માટેનાં સ્થળો તેઓ અત્યારથી શોધી લેવા માગે છે એવું લાગી રહ્યું છે.
પ્રકાશ ઝાની હૅટ-ટ્રિક
પ્રકાશ ઝા ‘રાજનીતિ’ અને ‘આરક્ષણ’ પછી હવે તેમની આગામી ફિલ્મ ‘ચક્રવ્યૂહ’નું પણ મોટા ભાગનું શૂટિંગ ભોપાલમાં જ કરશે. અભિષેક બચ્ચન, મનોજ બાજપાઈ અને અજુર્ન રામપાલને ચમકાવતી આ ફિલ્મના શૂટિંગનાં સ્થળો માટે તેમણે પણ ભોપાલની મુલાકાત લીધી હતી. ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણ કામ કરશે એવી શક્યતાઓ છે. તેઓ જાન્યુઆરીના અંત સુધીમાં કાસ્ટ પર કામ પતાવી માર્ચમાં શૂટિંગ શરૂ કરવા માગે છે. ભોપાલ ઉપરાંત તેઓ પંચમઢીમાં પણ ફિલ્મનું શૂટિંગ કરશે. અમિતાભ બચ્ચન સાથેની ‘સત્યાગ્રહ’નું પણ શૂટિંગ તેઓ આ શહેરમાં જ કરશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે.
Dabangg 3: સલમાન ખાન સાથે સઈ માંજરેકરની બાળપણની ક્યૂટ તસવીર થઈ વાયરલ
Dec 06, 2019, 16:07 ISTસલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ પાસેથી દોડવીર યોહાન બ્લેકે શીખ્યાં બૉલીવુડ ડાન્સ સ્ટેપ્સ
Dec 06, 2019, 10:04 ISTકપિલ શર્માના સેટ પર પહોંચ્યા સલમાન ખાન, સ્ટેજ પાછળ થયું કઈક આવુ, જુઓ વીડિયો
Dec 05, 2019, 15:29 IST