Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુરને સૂતેલો જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ અલી ખાન

તૈમુરને સૂતેલો જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ અલી ખાન

12 June, 2019 09:57 AM IST |

તૈમુરને સૂતેલો જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ અલી ખાન

તૈમૂરને જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ

તૈમૂરને જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ


સૈફ અલી ખાનનું કહેવું છે કે તે જ્યારે ઘરે પહોંચે અને તૈમુરને સૂતેલો જુએ તો તે ઉદાસ થઈ જાય છે. તૈમુર સૌથી વધુ પૉપ્યુલર એવો સ્ટાર કિડ છે. કરીના કપૂર ખાન અને સૈફ કેટલા પણ બિઝી હોય, પરંતુ દીકરા તૈમુર માટે સમય ફાળવે છે. કરીના રિયલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં જજની ભૂમિકામાં જોવા મળવાની છે. તેણે જણાવ્યું હતું કે તૈમુરના જન્મ બાદ તે ૮ કલાકથી વધુ સમય કામ નથી કરતી. 

તૈમુર વિશે સૈફે કહ્યું હતું કે ‘હું જ્યારે કામ બાદ ઘરે આવું અને તૈમુર સૂતો હોય તો મને ખૂબ ખરાબ લાગે છે. અમે કલાકો સુધી શૂટિંગ કરીએ છીએ. જોકે હું ૮ વાગ્યા સુધી પેક-અપ ન કરું તો અનકમ્ફર્ટેબલ ફિલ કરું છું, કારણ કે એ વસ્તુ મને મારા દીકરાથી દૂર લઈ જાય છે.



આ પણ વાંચો: પેન સ્ટુડિયોની હરણફાળ :હૉલીવુડની ફિલ્મનું ભારતમાં વિતરણ કરવા માટે તૈયાર


મારા ઉછેર દરમ્યાન મારા પૅરન્ટ્સે અમને કુટુંબને સમય આપવાની અગત્યતા સમજાવી હતી. મારા પિતા (મન્સૂર અલી ખાન પટૌડી) ક્રિકેટર હતા અને મમ્મી (શર્મિલા ટાગોર) એક ઍક્ટ્રેસ હતી. તે બન્નેનું શેડ્યુલ ખૂબ વ્યસ્ત રહેતું હતું છતાં અમને શીખવવામાં આવ્યું હતું કે ઘર-પરિવારને સમય આપવો જોઈએ. આવી રીતે લાઇફ સુંદર બને છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 09:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK