ઈશાન ખટ્ટરને ખતરનાક છોકરો કહ્યો છે સાહિલ ખટ્ટરે. સાહિલે તેનો ટૉક શો ‘ધ ખતરનાક શો’ લૉન્ચ કર્યો છે. આ શોમાં ઈશાન તેનો પહેલો ગેસ્ટ હતો. સાહિલ ‘83’માં રણવીર સિંહ સાથે જોવા મળવાનો છે. ઈશાન ખટ્ટર સાથેના અનુભવ વિશે સાહિલે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ઈશાન ઇન્ડસ્ટ્રીનો ખરેખર ખતરનાક યુવક છે. વાસ્તવમાં તો તેણે મોટા-મોટા હીરોની કરીઅર ખતરામાં નાખી દીધી છે. તે મારી જેમ જ ‘ખતરોં કે ખિલાડી’ છે.’