ગયા વર્ષે શીલા અને મુન્નીએ બૉલીવુડના ચાર્ટબસ્ટર લિસ્ટમાં ઘણો સમય રાજ કર્યું હતું અને આ ગીતો અતિશય પૉપ્યુલરિટી પણ પામ્યાં હતાં. હવે ચર્ચા એ છે કે આ વર્ષે શીલા અને મુન્નીની જેમ તરખાટ મચાવવા માટે રોઝલિન ખાન તૈયાર થઈ ગઈ છે. ડિરેક્ટર રાજેશ કુમારની આગામી ફિલ્મમાં રોઝલિન જે આઇટમસૉન્ગ કરવાની છે એના શબ્દો અભદ્ર કહી શકાય એટલા મસાલેદાર છે. એમાં ‘શીલા કી માં કી આંખ...’ અને ‘મુન્ની કી તો ઐસી કી તૈસી..’ જેવા શબ્દપ્રયોગો થયા છે. આ
ડાન્સ-સીક્વન્સ રોઝલિન પર પિક્ચરાઇઝ થઈ છે. ‘દિલ્હી ૬’માં ‘સસુરાલ ગેંદા ફૂલ..’ ગાનારી સુજાતા મજુમદારે આ ગીત ગાયું છે. આવું ગીત ગાવા વિશે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે સુજાતા કહે છે, ‘હું પહેલાં ગાયિકા છું. હું કંઈ ગીતના શબ્દો લખતી નથી. આજકાલ દર્શકો મ્યુઝિક સાથેના પ્રયોગોને વધુ ખુલ્લા મનથી સ્વીકારી રહ્યા છે.’
આ વિશે ડિરેક્ટર રાજેશ કહે છે, ‘શીલા, મુન્ની અને ચમેલી હવે આઉટડેટેડ થઈ ગયા છે. હવે હું એક નવા જ અવતારને પેદા કરવાના પ્રયત્નમાં છું. મારા મતે રોઝલિન લોકોનાં દિલ જીતી લેશે.’
રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 ISTશાહરુખ સાથેની પઠાનમાં જોવા મળવાની વાત પર મહોર લગાવી દીપિકાએ
20th January, 2021 16:42 IST'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
20th January, 2021 11:15 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 IST