Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન તો ખબર નહીં, પણ પિતા બની શકે છે સલમાન ખાન: રિપોર્ટ

લગ્ન તો ખબર નહીં, પણ પિતા બની શકે છે સલમાન ખાન: રિપોર્ટ

09 May, 2019 05:10 PM IST | મુંબઈ

લગ્ન તો ખબર નહીં, પણ પિતા બની શકે છે સલમાન ખાન: રિપોર્ટ

લગ્ન તો ખબર નહીં, પણ પિતા બની શકે છે સલમાન ખાન: રિપોર્ટ


સલમાન ખાન બોલીવુડની મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના દબંગ ખાન લગ્ન ક્યારે કરશે એ સવાલ વર્ષોથી ફેન્સ પૂછી રહ્યા છે. સલમાન ખાનના લગ્ન માટે ઈંતેજારીથી રાહ જોઈ રહ્યા છે. દરેક વખતે સલમાન ખાન લગ્નના સવાલને ગુપચાવી દે છે. સલમાન ખાનના લગ્ન વિશે ભલે કોઈ અંદાજ ન હોય, પરંતુ તે હવે પિતા બને તેવી શક્યતા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના આધારે દાવો કર્યો છે કે સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. સલમાન ખાનને બાળકો કેટલા પસંદ છે, તે વાત તો જગજાહેર છે. સલમાન ખાનના અર્પિતાના પુત્ર સાથે મસ્તી કરતા ફોટોઝ સમયાંતરે સામે આવતા રહે છે.



ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન હાલ લગ્ન માટે તો તૈયાર નથી. ત્યારે પિતા બનવા માટે તે સરોગસીનો સહારો લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં શાહરુખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એક્તા કપૂર, તુષાર કપૂર અને સની લિયોની જેવા સ્ટાર્સ સરોગસીથી પેરેન્ટ્સ બની ચૂક્યા છે. ત્યારે આ લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ સામેલ થઈ શકે છે.


આ પણ વાંચોઃ દિલીપ જોશીઃજેઠાલાલ સુધી સફળતાની આવી રહી છે સફર, આ છે અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનનું નામ ઐશ્વર્યા રાયથી લઈને સંગીતા બિજલાની, સોમી અલી અને કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે ચર્ચાઈ ચૂક્યુ છે. ઐશ્વર્યા સાથે સલમાનના સંબંધો ખૂબ જ નાજુક રીતે સમાપ્ત થયા હતા. હવે સલમાન ખાન યુલિયા વંતુર સાથે રિલેશનમાં હોવાની શક્યતા છે. બંનેના લગ્નને લઈ વારંવાર અહેવાલ સામે આવી રહ્યા છે. પરંતુ સલમાન અને યુલિયા બંને આ સમાચાર ફગાવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 05:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK