Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રવીનાને પણ Coronavirusનો ભય, ટ્રેનમાં કરવા લાગી આ કામ, વીડિયો વાયરલ

રવીનાને પણ Coronavirusનો ભય, ટ્રેનમાં કરવા લાગી આ કામ, વીડિયો વાયરલ

21 March, 2020 09:16 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રવીનાને પણ Coronavirusનો ભય, ટ્રેનમાં કરવા લાગી આ કામ, વીડિયો વાયરલ

રવીના ટંડન

રવીના ટંડન


બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ સિવાય પોતાના બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે. તે દરેક નાના-મોટા મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતી જોવા મળે છે રવીના ટંડન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન રવીના ટંડનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ટ્રેનની પોતાની સીટ સાફ કરતી પણ જોવા મળે છે.




રવીના ટંડનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયોમાં તેણે માસ્ક પહેર્યું થે અને ટ્રેનની બર્થ સાફ કરતી દેખાય છે. હકીકતે, હાલ આખા દેશમાં કોરોના વાયરસને કારણે દરેક વ્યક્તિ ભયના માહોલમાં જીવે છે. એવામાં દરેક પોતાની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ ક્રમમાં રવીના ટંડને પણ પોતાના પ્રવાસ દરમિયાન પોતાની સીટ સાફ કરી. ઉલ્લેખનીય છે કે રવીનાએ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.


અભિનેત્રીએ વીડિયો શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, "ટ્રેન ચાલે તે પહેલા કેબિનને ભીનાં વાઇપ્સ અને સેનિટાઇઝરથી સાફ કરી રહી છું, જેમાં અમે કમ્ફર્ટેબલ થઈ શકીએ. સૉરી કરતાં સુરક્ષિત રહેવું સારું. ખૂબ જ જરૂરી હોય તો જ પ્રવાસ કરવો અને મહેરબાની કરી પોતાનું અને પોતાની આસપાસના લોકોનું સાવચેતી અને સુરક્ષિતતા પર ધ્યાન રાખવું." રવીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Let’s get together and fight this #WarAgainstVirus. @cmomaharashtra_ @adityathackeray

A post shared by Shah Rukh Khan (@iamsrk) onMar 20, 2020 at 7:03am PDT

રવીના જ નહીં બોલીવુડના અનેક મોટા સિતારાઓ સોશિયલ મીડિયા પર ચાહકોને પોતાને સુરક્ષિત રાખવાની રીત જણાવી રહ્યા છે. તો શાહરુખ ખાને પણ એક વીડિયો શૅર કરી ચાહકો સામે પોતાની વાત મૂકી છે. શાહરુખ ખાને વીડિયોમાં કહ્યું કે, "નમસ્કાર, હું બધાંને અપીલ કરું છું કે તે સાર્વજનિક સ્થળોથી દૂર રહે અને જો જરૂરી ન હોય તો ટ્રેન અને બસમાં પ્રવાસ કરવાનું ટાળે. આગામી 10થી 15 દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યા છે. આ વાયરસ સામે લડવા માટે જનતા અને સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તો હું ફરી અપીલ કરું છું કે પૅનિક ન થાઓ અને કોઇપણ પ્રકારના દુષ્પ્રચારથી સતર્ક રહો અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇનને ફૉલો કરો."

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2020 09:16 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK