Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘Ra.OnE’ રિલીઝ કરવી હોય તો 1 કરોડ જમા કરાવો : હાઈકોર્ટ

‘Ra.OnE’ રિલીઝ કરવી હોય તો 1 કરોડ જમા કરાવો : હાઈકોર્ટ

22 October, 2011 07:06 PM IST |

‘Ra.OnE’ રિલીઝ કરવી હોય તો 1 કરોડ જમા કરાવો : હાઈકોર્ટ

‘Ra.OnE’ રિલીઝ કરવી હોય તો 1 કરોડ જમા કરાવો : હાઈકોર્ટ


 


બુધવારે રિલીઝ થતી શાહરુખ ખાનની રેડ ચિલીઝ અને ઇરોઝ ઇન્ટરનૅશનલના પ્રોડક્શન હેઠળની કિંગ ખાન, કરીના કપૂર અને અજુર્ન રામપાલને ચમકાવતી સુપરહીરો ફિલ્મ ‘Ra.OnEની રિલીઝ પહેલાં પ્રોડ્યુસરે વિઘ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મને રિલીઝ કરવા માટે કિંગ ખાને બૉમ્બે હાઈ કોર્ટમાં એક કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવવા પડશે, કારણ કે એક ટીવીરાઇટર-પ્રોડ્યુસર યશ પટનાયકે ફિલ્મમાં તેના આઇડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવો આરોપ મૂક્યો છે.

યશના કહેવા પ્રમાણે ફિલ્મનો એક લેખક મુશ્તાક શેખ તેનો મિત્ર છે અને તેની સાથે પોતે એક કૉન્સેપ્ટની વાત કરી હતી, જેમાં પાત્રોના નામની પાછળ આ ફિલ્મમાં જેમ OnE લખવામાં આવે છે એમ જ તે લખવા માગતો હતો. આને કારણે જ તેણે રેડ ચિલીઝ સાથે સંકળાયેલા લોકોને વાત કરી હતી કે આ આઇડિયા તેનો હતો અને એ માટે તેને પૂરતી ક્રેડિટ નથી આપવામાં આવી. યોગ્ય જવાબ ન મળતાં તેણે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે ફિલ્મના નફામાં પોતાનો ૧૦ ટકા હિસ્સો માગ્યો છે. જોકે આ મુદ્દાનો અંતિમ નિર્ણય નથી આપવામાં આવ્યો, પણ જો કિંગ ખાન બુધવારે ફિલ્મ રિલીઝ કરવા માગતો હોય તો તેણે આજ સુધીમાં હાઈ કોર્ટમાં એક કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2011 07:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK