Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલેશિયામાં જૅકલિનના કઝિન બની એક કપલે અજુર્ન રામપાલને મૂરખ બનાવ્યો

મલેશિયામાં જૅકલિનના કઝિન બની એક કપલે અજુર્ન રામપાલને મૂરખ બનાવ્યો

05 October, 2014 05:25 AM IST |

મલેશિયામાં જૅકલિનના કઝિન બની એક કપલે અજુર્ન રામપાલને મૂરખ બનાવ્યો

મલેશિયામાં જૅકલિનના કઝિન બની એક કપલે અજુર્ન રામપાલને મૂરખ બનાવ્યો



Jaqualin




આ ટૂર દરમ્યાન પોતાને જૅકલિન અને અજુર્નના ચાહક કહીને એક ભારતીય કપલે અજુર્નને પોપટ બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે શૂટિંગ ન હોવાને કારણે જૅકલિન ખરીદી કરવા એક મૉલમાં ગઈ હતી જ્યાં તેને એક ભારતીય કપલ મળી આવ્યું હતું જેણે પોતાને જૅકલિનનું ચાહક ગણાવ્યું હતું. જૅકલિને આ કપલ સાથે ફોટો પાડીને વાતચીત પણ કરી હતી અને વાતચીત દરમ્યાન તેમણે જૅકલિનનો જે હોટેલમાં ઉતારો રાખવામાં આવ્યો હતો એનું નામ જાણી લીધું હતું. એની મદદથી તેઓ બાદમાં ફિલ્મના બીજા કો-સ્ટાર અજુર્ન રામપાલને મળવા ગયાં હતાં. હોટેલના રિસેપ્શન પર આ કપલે પોતાને જૅકલિનના કઝિન તરીકે ઓળખાણ આપી હોવાથી અજુર્ને તેમની સાથે સમય વિતાવી ચાપાણી પણ કર્યા હતાં. જોકે પછીથી સેટ પર અજુર્ને જૅકલિનના કઝિનને મળીને ઘણો ખુશ થયો એવી વાત કહી ત્યારે જૅકલિને તેને મૉલમાં મળેલા કપલની વાત જણાવી હતી. અજુર્નનો આ રીતે જે પચકો થયો એ સાંભળીને બન્ને હસી પડેલાં.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK