Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં સગાઈ કર્યા બાદ હવે આ તારીખે પરણશે રાણા દગ્ગુબાતી અને મિહીકા

લૉકડાઉનમાં સગાઈ કર્યા બાદ હવે આ તારીખે પરણશે રાણા દગ્ગુબાતી અને મિહીકા

01 June, 2020 04:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉકડાઉનમાં સગાઈ કર્યા બાદ હવે આ તારીખે પરણશે રાણા દગ્ગુબાતી અને મિહીકા

લૉકડાઉનમાં સગાઈ કર્યા બાદ હવે આ તારીખે પરણશે રાણા દગ્ગુબાતી અને મિહીકા


બાહુબલીના ભલ્લાલદેવ ઉર્ફ રાણા દગ્ગુબાતીએ લૉકડાઉન દરમ્યાન પોતાની ગર્લ ફ્રેન્ડ મિહીકા બજાજ સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના સંબંધો જાહેર કર્યા હતા. સંબંધની જાહેરાત કર્યાનાં થોડાક દિવસ પછી જ રાણાએ મિહીકા સાથે વિધિસર સગાઈ કરી હતી. જેમાં બહુ ઓછા અને નજીકના લોકો જ સામેલ થયા હતા. બાકી બધાએ સોશ્યલ મીડિયા દ્વારા ર્વચ્યુલી આર્શિવાદ અને શુભેચ્છાઓ આપી હતી. સગાઈ બાદ રાણાન ફેન્સ માટે વધુ એક ખુશખબર છે. રાણા અને મિહીકાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. પરિવારના સભ્યોની હાજરીમાં આઠ ઑગસ્ટે યુગલ પ્રભુતામાં પગલાં પાડશે.

એક મીડિયા અહેવાલ પ્રમાણે, રાણાના પિતા સુરેશ બાબૂએ કહ્યું છે કે, રાણા અને મિહીકાના લગ્ન આઠ ઑગસ્ટે થશે. લગ્નની બધી જ વિધી હૈદ્રાબાદમાં કરવામાં આવશે. જ્યારે લગ્નની બધી જ તૈયારીઓ રાણા અને મિહીકા જાતે કરશે. આ લગ્નમાં ફક્ત ઘરનાં અને પરિવારની નજીકના સભ્યો તેમજ ખાસ મિત્રો હાજર રહેશે. લગ્ન ધામધુમથી કરવામાં આવશે. પરંતુ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્ન માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરેક નિયમોનું પાલન કરવામાં આવશે.



તમને જણાવી દઈએ કે, રાણા અને મિહીકાની સગાઈ દગ્ગુબાતીના દાદા રમાનાઉડુના હૈદ્રાબાદ સ્થિત સ્ટુડિયો રમાનાઉડુમાં થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK