કોબરા ગુમનામીમાં રહેલાં અપરાધીની બાયોપિક છે : રામ ગોપાલ વર્મા

Published: Apr 09, 2019, 12:07 IST

‘કોબરા’ એક એવા ક્રિમિનલની સ્ટોરી છે જે લોકો પર વર્ચસ્વ તો જમાવે છે, પરંતુ તેને કોઈ ઓળખતું નથી.

રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્મા

‘કોબરા’ એક એવા ક્રિમિનલની સ્ટોરી છે જે લોકો પર વર્ચસ્વ તો જમાવે છે, પરંતુ તેને કોઈ ઓળખતું નથી. આ ફિલ્મ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ટ્વિટર પર રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘કોબરા’ એક રાઉડીમાંથી નક્સલી બનેલો અને એમાંથી પોલીસનો ગુપ્ત એજન્ટ અને ત્યાર બાદ ગૅન્ગસ્ટર બનેલા આરોપીની સ્ટોરી છે. દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની જેમ એ એક જાણીતું નામ નથી. કોબરા અજાણતાં જ લોકો પર રાજ કરે છે. તેના અવસાન સુધી લોકો તેને ઓળખતા પણ નહોતા. આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં બનાવવામાં આવશે. આ એક ખૂબ જ ખતરનાક ક્રિમિનલની સ્ટોરી છે જે ભારતના ઇતિહાસમાં હજી પણ ચર્ચાનો વિષય છે. નવો ઍક્ટર કે. જી. મુખ્ય ભૂમિકા ભજવશે અને હું ઇન્ટેલિજેન્સ ઑફિસરની ભૂમિકામાં જોવા મïળીશ.’

બૉલીવુડમાં સ્પર્ધા વધી ગઈ હોય એવું કેમ લાગે છે અમિતાભ બચ્ચનને?

રામ ગોપાલ વર્માએ ઍક્ટિંગ કરવાની જાહેરાત તો કરી, પરંતુ અમિતાભ બચ્ચનને લાગે છે કે હવે કૉમ્પિટિશન વધી જશે. રામ ગોપાલ વર્માની આ નવી શરૂઆત વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ફાઇનલી રામ ગોપાલ વર્મા એટલે કે ‘સરકાર’ને તેમની ખરી પ્રતિભા એવી ઍક્ટિંગની ઓળખ થઈ ગઈ. ઑલ ધ બેસ્ટ સિરકાર. ખરેખર એક બીજી કૉમ્પિટિશન શરૂ થઈ ગઈ છે.’

અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર જવાબ આપતાં રામ ગોપાલ વર્માએ ટ્વીટ કયુર્ હતું કે ‘સર, તમે કરેલી મારી પ્રશંસાથી હું પોતાને નિર્જીવ માની રહ્યો છું, કારણ કે હંમેશાં મૃત લોકોનાં જ વખાણ કરવામાં આવે છે. મારી આ નવી ‘યાત્રા’માં ભરોસો મૂકવા માટે તમારો ખૂબ આભાર.’

આ પણ વાંચો : કૂલેસ્ટ અને ઓલ્ડેસ્ટ દાદી સાથે પેડણેકર

અમિતાભ બચ્ચનની તામિલ ફિલ્મને હિન્દીમાં ટાઇટલ આપવામાં આવ્યું તેરા યાર હૂં મૈં

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મનું નામ ‘તેરા યાર હૂં મૈં’ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે એસ. જે. સૂર્યા અને રામ્યા ક્રિષ્નન પણ કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ફિલ્મસિટીમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મને તામિલમાં ‘ઉયાન્ર્થા મનિથન’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મને હિન્દીમાં પણ બનાવવામાં આવી રહી છે જેનું નામ ‘તેરા યાર હૂં મૈં’ આપવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK