Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાકેશ મહેરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' 8 માર્ચે થશે રિલીઝ

રાકેશ મહેરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' 8 માર્ચે થશે રિલીઝ

20 December, 2018 10:08 PM IST |

રાકેશ મહેરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' 8 માર્ચે થશે રિલીઝ

ચાર બાળકો જે બનાવવા ઈચ્છે છે તેમની માતાામાટે  શૌચાલય

ચાર બાળકો જે બનાવવા ઈચ્છે છે તેમની માતાામાટે શૌચાલય



રાકેશ ઓમપ્રકાશ મહેરા આ પહેલા રંગ દે બસંતી અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મો દ્વારા દેશની અજાણી સ્ટોરીઓ બતાવી ચુક્યા છે. હવે તે મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર સાથે દેશમાં ખુલ્લા શૌચાલયો અને સ્વચ્છતાની સમસ્યાઓ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળશે. આગામી 8 માર્ચે આ ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે.

રાકેશ મહેરાએ તેમના ટ્વિટર હેંડલ પર ટ્વીટ કરતા ફિલ્મનું નવું પોસ્ટર અને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતા લખ્યું હતું કે,'8મી માર્ચ 2019 અર્જી ટુ મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'. આ ફિલ્મ મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેવાવાળા ચાર બાળકોની આસપાસ ફરતી નજરમાં આવશે. જે ફિલ્મમાં તેમની માતા માટે એક શૌચાલય બનાવવા ઈચ્છે છે અને તે માટે આ બાળકો વડાપ્રધાનને અરજી કરે છે. ફિલ્મને વાસ્તવિક સ્થાનો પર શૂટ કરવામાં આવી છે. અને માતા- પુત્ર વચ્ચેના સબંધોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે. મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટરમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી અંજલી પાટિલ બાળકોની માતાનો રોલ ભજવતી જોવા મળશે

આ ફિલ્મમાં સંગીત શંકર-એહસાન-લોયે આપ્યું છે જ્યારે લિરીક્સ ગુલઝાર સાહેબે લખ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2018 10:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK