Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિપાશા-આર. માધવનની ‘જોડી બ્રેકર્સ’ ફ્રેન્ચ ફિલ્મની ઉઠાંતરી?

બિપાશા-આર. માધવનની ‘જોડી બ્રેકર્સ’ ફ્રેન્ચ ફિલ્મની ઉઠાંતરી?

09 January, 2012 05:39 AM IST |

બિપાશા-આર. માધવનની ‘જોડી બ્રેકર્સ’ ફ્રેન્ચ ફિલ્મની ઉઠાંતરી?

બિપાશા-આર. માધવનની ‘જોડી બ્રેકર્સ’ ફ્રેન્ચ ફિલ્મની ઉઠાંતરી?


 

વળી મહત્વની વાત એ છે કે ફ્રેન્ચ ફિલ્મ ટૂંક સમયમાં ભારતમાં પણ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મના ભારત ખાતેના વિતરક અવિનાશ જુમાની કહે છે કે ‘જોડી બ્રેકર્સ’ તો ફ્રેન્ચ ફિલ્મની રીમેક જેવી લાગે છે.

‘જોડી બ્રેકર્સ’ના ટ્રેલરમાં બિપાશા અને આર. માધવનને જોડી તોડવાનો વ્યવસાય કરતાં દર્શાવવામાં આવ્યાં છે. ટ્રેલરમાં તેમને લોકોને પોતાનાં બિઝનેસ-કાર્ડ ડિસ્ટિÿબ્યુટ કરતાં પણ દેખાડવામાં આવ્યાં છે. ‘હાર્ટબ્રેકર્સ’ની વાર્તા પણ કંઈક આવી જ છે.

આ સમાનતા વિશે વાત કરતાં અવિનાશ જુમાની કહે છે, ‘‘જોડી બ્રેકર્સ’ના પ્રોમો જોઈને મને બહુ નવાઈ લાગી હતી. એ ફ્રેન્ચ ફિલ્મની રીમેક જેવું જ લાગતા હતા. આ એક યોગાનુયોગ છે કે બન્ને ફિલ્મની જાહેરાત એક જ સમયે થઈ હતી. જોકે અમારી ફિલ્મ આગામી અઠવાડિયે જ રિલીઝ થઈ રહી હોવાથી એને કોઈ નુકસાન નહીં થાય. જોકે હું આ મુદ્દે કોઈ કાનૂની પગલાં લઈ શકું એમ નથી. હું તો ફિલ્મનો વિતરક છું જ્યારે રીમેકના હકો યુનિવર્સલ સ્ટુડિયો પાસે છે જે એણે કોઈને વેચ્યા નથી. યુનિવર્સલ સ્ટુડિયોને આ આખી ઘટનાની ખબર છે અને એની સામે કોઈ કાનૂની પગલાં લેવાં કે નહીં એ એનો નિર્ણય છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2012 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK