Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારાં લગ્નથી પ્રેરિત છે વેડિંગ કૉમેડી : પ્રિયંકા ચોપડા જોનસ

મારાં લગ્નથી પ્રેરિત છે વેડિંગ કૉમેડી : પ્રિયંકા ચોપડા જોનસ

14 October, 2019 10:23 AM IST | મુંબઈ
મોહર બાસુ

મારાં લગ્નથી પ્રેરિત છે વેડિંગ કૉમેડી : પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા અને નિક જોનસ

પ્રિયંકા અને નિક જોનસ


પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની આગામી વેડિંગ કૉમેડી ફિલ્મ તેનાં લગ્નથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અમેરિકન ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને કૉમેડિયન મિન્ડી કલિંગ જોવા મળશે. ડૅન ગુર ફિલ્મને પ્રોડ્યુસ કરશે. આ બન્ને સાથે મળીને ફિલ્મની સ્ટોરી પણ લખવાનાં છે. ફિલ્મમાં ભારતીય લગ્નની પરંપરા દેખાડવામાં આવશે. ફિલ્મ વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘અમે એક દિવસ લંચ માટે મળ્યાં હતાં. અમે સામાન્ય વાતચીત કરી રહ્યાં હતાં. મારાં લગ્ન અને ભારત વિશે પણ એ દરમ્યાન ચર્ચા કરી હતી. એ જ સમયે આ ફિલ્મનો અમને કન્સેપ્ટ મળી ગયો હતો. અમને આ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ લાગતાં અમે એના પર સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. એક રીતે એમ કહી શકાય કે આ ફિલ્મ મારાં લગ્ન પરથી જ પ્રેરિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 10:23 AM IST | મુંબઈ | મોહર બાસુ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK