Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાએ આ રીતે ભાઇ સિદ્ધાર્થને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

પ્રિયંકા ચોપરાએ આ રીતે ભાઇ સિદ્ધાર્થને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

12 July, 2019 04:13 PM IST | મુંબઈ ડેસ્ક

પ્રિયંકા ચોપરાએ આ રીતે ભાઇ સિદ્ધાર્થને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

પ્રિયંકા ચોપરા ભાઇ સિદ્ધાર્થ સાથે (ફાઇલ ફોટો)

પ્રિયંકા ચોપરા ભાઇ સિદ્ધાર્થ સાથે (ફાઇલ ફોટો)


પ્રિયંકા ચોપરાએ પોતાના ભાઇ સિદ્ધાર્થને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં એક તસવીર શેર કરી છે અને એક ભાવુક મેસેજ પણ લખ્યો છે.

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાને એક સ્પેશિયલ મેસેજ અને તસવીર શેર કરતાં જન્મદિવસની વધામણી આપી છે. પ્રિયંકાએ પોતાના પતિ નિક જોનાસની તસવીર શેર કરતાં સિદ્ધાર્થના 30માં જન્મદિવસે તેને શુભેચ્છાઓ આપી છે. આ તસવીરમાં નિક જોનાસ અને તેનો ભાઈ સિદ્ધાર્થ જોવા મળે છે અને તસવીર સાથે એક સ્પેશિયલ મેસેજ પણ પોસ્ટ કર્યો છે. પ્રિયંકા કેટલાય અવસરોએ પોતાના ભાઈની તસવીર કે તેના માટે સ્પેશિયલ મેસેજ પોસ્ટ કરતી હોય છે.




પ્રિયંકાએ સિદ્ધાર્થ માટે મેસેજ પોસ્ટ કરતાં લખ્યું છે કે, "હેપ્પી બિગ 30 સિડ. તને મોટો થતો અને એક સારો વ્યક્તિ બનતા જોવું શાનદાર હતું. તારા પ્રેમ અને મને હસાવવા માટે આભાર. મને તારા પર ગર્વ છે. બેસ્ટ બ્રધર ફોરએવર." તેની સાથે તેણે આ પોસ્ટ કરી છે જેમાં નિક અને સિદ્ધાર્થ સાથે જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની છે.


આ પહેલા પણ પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સિદ્ધાર્થની સગાઈ વિશે માહિતી આપી હતી. આ પહેલા પણ પ્રિયંકા ચોપરાએ સિદ્ધાર્થને લઇને ઘણી પોસ્ટ કરી છે. જો કે ચર્ચા એવી પણ છે કે સિદ્ધાર્થ ચોપરા અને ઇશિતાની સગાઈ તૂટી ગઈ છે અને આ પહેલા સગાઈનું ફંકશન પણ હતું જેમાં પ્રિયંકા ચોપરા સગાઈમાં સામેલ થવા ભારત આવી હતી.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

તો બીજી તરફ સિદ્ધાર્થના જન્મદિવસના એક દિવસ પહેલા જ માતા મધુ ચોપરાએ પુત્ર સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતાં મધુએ લખ્યું કે બર્થ ડે બંપ્સ 12 તારીખે આવે છે.

 
 
 
View this post on Instagram

Birthday bumps ... coming up on 12th

A post shared by Madhu Akhouri Chopra (@madhumalati) onJul 10, 2019 at 2:59am PDT

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 04:13 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK