પ્રિયંકા ચોપડા જોનસ ડૉનના શૂટિંગ વખતે ફરહાન અખ્તરથી ડરતી હતી

Published: Oct 16, 2019, 13:01 IST | મુંબઈ

પ્રિયંકા ચોપડા જોનસે તાજેતરમાં જ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને ‘ડૉન’ના શૂટિંગ દરમ્યાન ફરહાન અખ્તરથી ડર લાગતો હતો.

પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે તાજેતરમાં જ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને ‘ડૉન’ના શૂટિંગ દરમ્યાન ફરહાન અખ્તરથી ડર લાગતો હતો. ૨૦૦૬માં આવેલી આ ફિલ્મને ફરહાને ડિરેક્ટ કરી હતી. આ બન્નેની ‘ધ સ્કાય ઇઝ પિંક’ હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં બન્ને હસબન્ડ-વાઇફની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.

‘ડૉન’ના પોતાના અનુભવને શૅર કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મને તેનાથી ખૂબ ડર લાગતો હતો. તેની સાથે વાત કરવાથી પણ હું ડરતી હતી. ‘દિલ ચાહતા હૈ’ બાદનો એ ફરહાન અખ્તર હતો. મેં તો ફક્ત ત્યારે ‘અંદાઝ’ અને ‘મુઝ સે શાદી કરોગી’ કરી હતી. હું માત્ર એટલું જ વિચારી રહી હતી કે હું આ ડિરેક્ટર સાથે કામ કરી રહી છું. ફરહાને આ ફિલ્મ દ્વારા મને સૌથી મોટી તક આપી હતી. એ વખતે મને ઇન્ડસ્ટ્રીમાં માત્ર બે વર્ષ થયાં હતાં. એથી તે મને ત્યારથી ઓળખે છે જ્યારથી હું ઍક્ટિંગ શીખી રહી હતી.’

આ પણ વાંચો : મણિ રત્નમ દેશના બ્રિલિયન્ટ ફિલ્મમેકર છે : ઐશ્વર્યા રાય બચ્ચન

આટલાં વર્ષો બાદ શું પ્રિયંકામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું છે? એ વિશે જણાવતાં ફરહાને કહ્યું હતું કે ‘મેં કોઈ મોટાં પરિવર્તન તેનામાં નથી જોયાં. તે આજે પણ એ જ પ્રિયંકા છે જેને હું ૨૦૦૫માં ‘ડૉન’ માટે મળ્યો હતો. તે ખૂબ જ અદ્ભુત છે. તેને આટલી સફળતા, ફેમ અને સ્ટારડમ મળવા છતાં પણ તેનામાં કોઈ જાતનો બદલાવ નથી આવ્યો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK