Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ પૂરું કરીને ટીમનો આભાર માન્યો પ્રિયંકા ચોપડાએ

ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ પૂરું કરીને ટીમનો આભાર માન્યો પ્રિયંકા ચોપડાએ

17 December, 2019 12:37 PM IST | Mumbai Desk

ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ પૂરું કરીને ટીમનો આભાર માન્યો પ્રિયંકા ચોપડાએ

ધ વાઇટ ટાઇગરનું શૂટિંગ પૂરું કરીને ટીમનો આભાર માન્યો પ્રિયંકા ચોપડાએ


 ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ પૂરુ થતાં પ્રિયંકા ચોપડા જોનસે સૌનો આભાર માન્યો છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય રાજકુમાર રાવ અને નવોદિત આદર્શ ગૌરવ પણ જોવા મળશે. આ ફિલ્મ અરવિંદ અડિગાની પ્રાઇઝ-વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી બનાવવામાં આવી છે. રમિન બહરાની ફિલ્મનાં ડિરેક્ટર છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘થાકીને પણ ખુશ છું. ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ પૂરું થતાં ખૂબ ઍક્સાઇટેડ છું. ફિલ્મનાં દરેક ડિપાર્ટમેન્ટમાં બેસ્ટ હોય એવી ટીમ સાથે કામ કરીને ખૂબ આનંદ થયો. સખત મહેનતુ ટીમ હતી. સાથે જ સરસ કાસ્ટ હતી. અદ્ભુત પ્રતિભાઓનો ખૂબ આભાર. ફાઇનલ પ્રોડક્ટ જોવા માટે અને એને વર્લ્ડ સાથે શૅર કરવા માટે હું ખૂબ ઉત્સુક છું. અદ્ભુત લીડ (નંબર 1)રોલ કરવા માટે ગૌરવ આદર્શ થૅન્ક યુ. તને બલરામ તરીકે દુનિયા જૂએ એ માટે હું ખૂબ આતુર છું. રાજકુમાર રાવ હું ખૂબ ખુશ છું આખરે આપણે બન્નેને સાથે કામ કરવાની તક મળી ખરી. મને મીમ્સ મોકલતો રહેજે. રમિન બહરાની તમારી ઉદારતા અને મારી ફૅવરિટ બુકને આટલી કાળજીપૂર્વક બનાવતા અને ન્યાય આપતા ફિલ્મમાં રૂપાંતર કરી એ માટે આભાર. મુકુલ દેવરા આ ફિલ્મની પસંદગી કરી અને કપરા શૂટિંગ વખતે તે ખૂબ જ સારી રીતે તાલમેળ બેસાડ્યો એ માટે થૅન્ક યુ. ક્રુ પણ સખત પરિશ્રમ કરીને હસતો ચહેરો રાખતાં હતાં. સાથે જ નેટફ્લિક્સનો પણ આભાર કે તેઓ આટલું પ્રેરણાત્મક કન્ટેન્ટ લઈને આવ્યા અને મારો ઇપી તરીકે સમાવેશ કર્યો. ઘણાં બધાનો આભાર માનવા માગું છું. બાકી રહેલા શૂટ માટે પણ સૌને ભરપૂર પ્રેમ. પ્રમોશન વખતે મળશું. સાથે જ હૉલિડે માટે પણ ખૂબ ઉત્સાહિત છું. ફ્લાઇ ફ્લાઇ.’

નિક જોનસ બન્યો નૅશનલ જીજુ



પ્રિયંકા ચોપડા જોનસે તેના પતિ નિક જોનસને ઇન્ડિયા માટે ‘નૅશનલ જીજુ’નું ટાઇટલ આપ્યુ છે. નિક જોનસ ‘જુમાન્જી : ધ નેક્સ્ટ લેવલ’માં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં નિકની એન્ટ્રી થતાં ભારતનાં થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા લોકો ઉત્સાહિત થઈને ચીસો પાડવા લાગે છે અને કહી રહ્યાં છે કે ‘જીજાજી આ ગયે. જીજાજી આ ગયે.’ આ વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયામાં જ્યારે નિક જોનસની એન્ટ્રી થાય છે. ‘નૅશનલ જીજુ’. તમારા પ્રેમ માટે સૌનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2019 12:37 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK