Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાને વિશ્વ કક્ષાએ મળ્યું આ સર્વોચ્ચ સન્માન

પ્રિયંકા ચોપડાને વિશ્વ કક્ષાએ મળ્યું આ સર્વોચ્ચ સન્માન

19 March, 2019 10:26 PM IST | મુંબઈ

પ્રિયંકા ચોપડાને વિશ્વ કક્ષાએ મળ્યું આ સર્વોચ્ચ સન્માન

પ્રિયંકા ચોપડા (PC : Google)

પ્રિયંકા ચોપડા (PC : Google)


છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા ચોપડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે ફરી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રિયંકા ચોપડા એક પણ પછી એક સફળતાના પગથિયા ચડી રહી છે. નિકનો સાથ પ્રિયંકા માટે લકી સાબીત થઇ રહ્યું હોય તેવું લાગે છે. પ્રિયંકા હવે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. 

વિશ્વની 50 શક્તિશાળી મહિલાઓમાં પ્રિયંકાને સ્થાન
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનસ યૂએસએ ટુડેની
'મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ થઈ ગઈ ચે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે.


આ પણ વાંચો : 
પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબૅક ગિફ્ટ કરી નિક જોનસે



શું કહ્યું પ્રિયંકાએ...
પ્રિયંકાએ એક નિદેનમાં કહ્યું
, 'હું આ અદ્ભુત મહિલાઓની સાથે મંચ પર રહેવાથી સૌભાગ્યશાળી અનુભવી રહી છે જેણે દરેક પડકારોને પાછળ છોડીને પોતાનો એક ખાસ મુકામ બનાવ્યો છે અને આજે પોતે પસંદ કરેલા કરિયરમાં ટોપ પર છે. આ એક સિદ્ધિની ભાવના છે.'

પ્રિયંકા ચોપડા હોલીવુડ ફિલ્મ બેવોચમાં પણ કામ કરી ચુકી છે
પ્રિયંકાએ અમેરિકી ટેલીવિઝન ડ્રામા સિરીઝ
'ક્વાન્ટિકો'માં એલેક્સ પૈરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે એક્શન-કોમેડી 'બેવોચ'થી 2017માં હોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ યાદીમાં ગાયિકા બેયોન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન ડીજેનેરસ, ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા જેનિફર લોપેજ પણ સામેલ છે.મહત્વનું છે કે, પ્રિયંકા ઝડપથી બોલીવુડ ફિલ્મ 'સ્કાઇ ઇઝ પિંક'માં જોવા મળશે. પ્રિયંકાના પતિ નિક જોનાસ વિશ્વના સિંગરોમાં પ્રથમ સ્થાને હતો.તો હવે પ્રિયંકાની સફળતા દર્શાવી રહી છે કે, આ જોડી એકબીજા માટે ઘણી લકી સાબિત થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 10:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK