Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાનું થયું પ્રમોશન, અભિનેત્રી બની ગઈ કાકી

પ્રિયંકા ચોપરાનું થયું પ્રમોશન, અભિનેત્રી બની ગઈ કાકી

28 July, 2020 02:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકા ચોપરાનું થયું પ્રમોશન, અભિનેત્રી બની ગઈ કાકી

પ્રિયંકા ચોપરા જેઠાણી સોફી ટર્નર સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

પ્રિયંકા ચોપરા જેઠાણી સોફી ટર્નર સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)


બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanaka Chopra)નું જોનસ પરિવારમાં પ્રમોશન થયું છે. અભિનેત્રી હવે કાકી બની ગઈ છે. કારણકે હૉલીવુડની અભિનેત્રી અને પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર (Sophie Turner)એ દીકરીને જન્મ આપ્યો છે. સોફી ટર્નર અને જો જોનસ (Joe Jonas)ના ઘરે ગત બુધવારે લક્ષ્મીનો જન્મ થયો છે.

સોફી ટર્નર પ્રેગનેન્સીને કારણે ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતી. જોકે, સોફી અને જો એ પરિવારમાં નવા મહેમાનના આગમનની કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરી પરંતુ સોશ્યલ મીડિયા પર સોફી ટર્નરને શુભેચ્છા આપતી તસવીરો વાયરલ થઈ રહી છે. ગત બુધવારે જોનસ પરિવારમાં લક્ષ્મીનું આગમન થયું છે. એક અહેવાલ મુજબ, સોફીએ 22 જૂલાઈના રોજ લોસ એન્જલસની એક હૉસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. સોફી ટર્નર અને જો જોનસે તેમની દીકરીનું નામ વિલા (Willa) રાખ્યું છે. સોફી ટર્નરની પ્રેગ્નેન્સી સમયની ઘણી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. આ તસવીરોમાં તે માસ્ક પહેરીને પતિ સાથે વોક કરતી નજર આવી હતી. કોરોના મહામારીને કારણે તેઓ સુરક્ષાનાં તમામ નિયમોનું પાલન કરતા હતાં.



તમને જણાવી દઈએ કે, જેઠાણી સોફી ટર્નર અને દેરાણી પ્રિયંકા ચોપરા વચ્ચે બહુ સારુ બોન્ડિંગ છે. સોફી આમ તો પ્રિયંકાની જેઠાણી છે. પરંતુ તે ઉંમરમાં પ્રિયંકાથી ઘણી નાની છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK