Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જલદી મોટા થવું છે પ્રીતિને

જલદી મોટા થવું છે પ્રીતિને

09 October, 2019 12:03 PM IST | રાજકોટ
રશ્મ‌િન શાહ

જલદી મોટા થવું છે પ્રીતિને

પ્ર‌ીતિ ભટ્ટાચાર્ય

પ્ર‌ીતિ ભટ્ટાચાર્ય


સોની ટીવી પર ત્રણ મહિના ચાલેલા રિયલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ની વિનર પ્રીતિ ભટ્ટાચાર્ય જલદી મોટી થવા માગે છે અને એનું કારણ પણ અજીબ છે. ૯ વર્ષની પ્ર‌ીતિ ભટ્ટાચાર્યની ઇચ્છા છે કે તે તેની ફેવરિટ ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે પ્લેબૅક કરે પણ અત્યારે તેનો અવાજ હજી પાકટ થયો ન હોવાથી પોતે અત્યારે એ કરી નહીં શકે અને જો હજી તેણે આઠ-દસ વર્ષ રાહ જોવી પડે તો ત્યાં સુધીમાં સંભવતઃ દીપિકા પાદુકોણ રિટાયરમેન્ટ લઈ લે તો તેની આ ઇચ્છા અધૂરી રહી જાય અને એવું ન બને એ માટે પ્ર‌ીતિ ઇચ્છે છે કેતે જલદી મોટી થઈ જાય.

આ પણ વાંચો : કપિલ શર્મા પત્નીની ડિલીવરી માટે કરે છે પ્લાનિંગ, શેડ્યૂલ પર આપ્યું ધ્યાન



પ્ર‌ીતિ ભટ્ટાચાર્ય સહિત કુલ ૬ કન્ટેસ્ટન્ટ હતા, જેમાં મ્યુઝિક-ડિરેક્ટર રામ શંકરની દીકરી સ્નેહા શંકર હૉટ ફેવરિટ ગણવામાં આવતી હતી. જોકે એવું બન્યું હોત તો એવી ધારણા પણ મૂકી શકાઈ હોત કે સોની ટીવીએ લાગવગ ચલાવી, પણ એવું થયું નહીં અને વોટિંગમાં ૬ પૈકીની સૌથી નાની એવી પ્ર‌ીતિએ બધાને પાછળ રાખી દીધા.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 12:03 PM IST | રાજકોટ | રશ્મ‌િન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK