Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર

પહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર

06 February, 2020 01:26 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર

પહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર


‘નાગિન’ જેવી સુપરહીટ ટીવી-સિરિયલ અને ‘ગોલ્ડ’ તથા હમણાં રીલિઝ થયેલી ‘મેડ ઇન ચાઇના’ જેવી અનેક હીટ ફિલ્મોની લીડસ્ટાર મૌની રૉય બહુ સારી સિંગર છે એવું કોઈ કહે તો તમને વાત ગળે ઊતરે ખરી?

જો તમારો જવાબ ના હોય તો તમે ખોટા છો. મૌની બહુ સારી સિંગર છે અને તેની સિન્ગિંગ કરીઅરનું પહેલું સૉન્ગ પણ તેણે સીધું પ્રોફેશનલ પ્લૅટફૉર્મ પર ગાયું છે. ઍમેઝૉન પ્રાઇમ મ્યુઝિક અને સારેગામાના કમ્બાઇન્ડ વેન્ચર એવા ‘કારવાં લાઉન્જ’ના પાંચમા ગીતમાં મૌનીએ પોતાનો અવાજ આપ્યો છે. મૌનીની સાથે બૉલીવુડનો ફેમસ સિંગર અને અગાઉ ‘સુલતાન’ના ટાઇટલ સૉન્ગથી વાહવાહી મેળવનારો નક્શ અઝિઝ પણ જોડાયો છે. મૌની અને નક્શે ભીગી ભીગી રાતોં મેં... ગીત ગાયું છે. આ જ ગીતમાં બન્ને સ્ક્રીન પર પણ દેખાવાનાં છે. મૌનીએ કહ્યું હતું, ‘નાની હતી ત્યારે હું અને મારી કઝિન આ સૉન્ગ પર ડાન્સ કરતાં એ મને હજી પણ યાદ છે.’



આ સૉન્ગ પછી ટીવી અને ફિલ્મસ્ટાર મૌનીને સિંગર મૌની રૉય સાથે ડેટ્સની ફાઇટ શરૂ થાય તો જરા પણ નવાઈ નહીં લાગે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 01:26 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK