પટિયાલા બેબ્સનો મહા ટર્ન :આવશે પાડોશણ નઇમ્બીનો દીકરો

Published: Sep 27, 2019, 11:22 IST | મુંબઈ

સિરિયલ એક‍સરખી રિધમ પર ચાલી રહી હોવાથી આગળની વાર્તામાં પ્રૉપર્ટીનો ટ્રૅક ઉમેરવામાં આવ્યો

પટિયાલા બેબ્સનો મહા ટર્ન
પટિયાલા બેબ્સનો મહા ટર્ન

સોની ટીવી પર આવતી અને મા-દીકરીમાં પૉપ્યુલર બની ગયેલી ‘પટિયાલા બેબ્સ’માં મિનીએ સગી માનાં મૅરેજ થાનેદાર હનુમાન સિંહ સાથે કરાવી દીધાં અને હવે માથી દૂર રહેવાનું પણ તેણે નક્કી કરી લીધું છે, પણ આ બધી સિચુએશન વચ્ચે ક્યાંક ને ક્યાંક મા-દીકરીની વાતોનો અતિરેક થતો હોવાનું લાગતાં ચૅનલ અને પ્રોડક્શન-હાઉસની ક્રીએટિવ ટીમે મેઇન સ્ટ્રીમ ઑડિયન્સને સિરિયલમાં ફરી લેવા માટે એક નવો ટ્રૅક ઉમેર્યો છે, જે ટ્રૅક મુજબ મિની અને હનુમાનની પાડોશી એવી નઇમ્બીનો દીકરો અચાનક જ આવે છે અને મા-દીકરા વચ્ચે પ્રૉપર્ટીનો જંગ શરૂ થાય છે. માનું ધ્યાન રાખવાની ફરજ ચૂકી ગયેલા દીકરાને સીધોદોર કરવાના હેતુથી બાકી બધા કામે લાગે છે, જ્યારે પેપર્સ પર દીકરાનું નામ છે એટલે નઇમ્બીએ પ્રૉપર્ટી જતી પણ કરવાની છે.

આ પણ વાંચો : મૈં કુછ ભી કર શકતી હૂંની ત્રીજી સીઝન આવશે હવે

આવી સિચુએશનમાં શું થાય છે એ હવે પછી ‘પટિયાલા બેબ્સ’ની મુખ્ય વાર્તા બનશે. મિની અને બબીતાની રિલેશનશિપ ઑડિયન્સે બરાબર ઝીલી લીધી હતી તો હનુમાન અને બબીતાની બોલ્યા વિનાની લવ-સ્ટોરી પણ ઑડિયન્સને ખૂબ ગમી હતી, પણ હવે બન્નેનાં મૅરેજ થઈ ગયાં છે ત્યારે સ્ટોરીમાંથી ઑડિયન્સ દૂર જતું હોય એવું લાગતાં ચૅનલ અને પ્રોડક્શન-હાઉસે આ નવો ટ્રૅક વિચાર્યો છે અને એ નવા ટ્રૅક પર હવે સિરિયલ આગળ વધવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK