Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ 83ના સેટ પર પંકજ ત્રિપાઠીથી કેમ બધા દૂર ભાગે છે?

ફિલ્મ 83ના સેટ પર પંકજ ત્રિપાઠીથી કેમ બધા દૂર ભાગે છે?

26 June, 2019 03:55 PM IST | મુંબઈ

ફિલ્મ 83ના સેટ પર પંકજ ત્રિપાઠીથી કેમ બધા દૂર ભાગે છે?

રણવીર સિંહ સાથે પંકજ ત્રિપાઠી(ફાઇલ ફોટો)

રણવીર સિંહ સાથે પંકજ ત્રિપાઠી(ફાઇલ ફોટો)


બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી લોકોમાં ઘણા લોકપ્રિય છે. અત્યારે તે વર્લ્ડ કપ 1983 પર બનનારી ફિલ્મ 83ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ટીમના મેનેજર માનસિંહનું પાત્ર ભજવતા જોવા મળશે. તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન પંકજ ત્રિપાઠી બાઇક ચલાવતી વખતે એક્સિડેન્ટના શિકાર બન્યો. એક્સિડેન્ટમાં પંકજની પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ છે.

અકસ્માતમાં ત્રણ પાંસળીમાં ફ્રેક્ચર આવ્યું
રિપોર્ટ્સ પ્રમાણે પંકજ ત્રિપાઠીએ ફિલ્મ 83માં શૂટિંગ પૂરી થયા પછી પરિવાર સાથે સ્કૉટલેન્ડમાં હૉલિડે પ્લાન કર્યો હતો. વેકેશન પર જવાના એક દિવસ પહેલા જ પંકજનો અકસ્માત થઇ ગયો છે. પંકજના ખભા પર ઇજા થઈ છે, જેની માટે તેણે દવાઓ લઈ લીધી છે, પણ પરિવાર સાથે સ્કૉલેન્ડ જવાની ખુશીમાં પોતાને થયેલી ઇજા પર ખાસ ધ્યાન ન આપ્યું, અને વેકેશન પર ગયા પછી પંકજને પેટમાં દુઃખાવો શરૂ થયો. તબિયત બગડવા પર પંકજે ડૉક્ટર્સને જણાવ્યું તો ખબર પડી કે તેની ત્રણ પાંસળીઓમાં ફ્રેક્ચર આવ્યું છે.



પોતાને થયેલી ઇજા વિશે વાત કરતાં પંકજે કહ્યું કે, "હું મારી તબિયતનું ધ્યાન રાખું છું, વજન ઉપાડતો નથી અને હાલવા ચાલવા બાબતે પણ સંપૂર્ણ ધ્યાન રાખું છું, જેનાથી પાંસળીઓ પર વધુ સ્ટ્રેસ ન પડે. હું મારી તબિયતનું બરાબર ધ્યાન રાખું છું."


પંકજે આગળ જણાવ્યું કે, "શૂટિંગ સેટ પર ક્રુ મેમ્બર્સ પણ મારું ખૂબ જ ધ્યાન રાખે છે. કોઈ મને એવા સીન કરવામાં નથી આપતું જેમાં ફિઝિકલ સ્ટ્રેસનો ઉપયોગ થતો હોય. રણવીર પણ મારી તબિયતનું ધ્યાન રાખે છે, અને દૂરથી જ મારી સાથે વાત કરે છે, જેનાથી મને ક્યાંય ઇજા ન થાય. સેટ પર ફિઝિયોથેરેપિસ્ટ પણ બોલાવવામાં આવ્યો છે, જે મને થયેલી ઇજાની સારવાર કરવામાં મદદરૂપ થઈ શકે."

મિડ ડેને આપેલા ઇન્ટરવ્યૂમાં પંકજે જણાવ્યું કે, "રણવીર અને ફિલ્મ 83ની સંપૂર્ણ કાસ્ટે મને ભેટવાનું છોડી દીધું છે, કારણ તે તેમને લાગે છે એમ કરવાથી મારી તબિયતને નુકસાન થઈ શકે છે."


વર્ષ 1983માં વર્લ્ડ કપમાં ભારતના ઐતિહાસિક વિજય વિશે વાત કરતાં પંકજે કહ્યું, "વર્લ્ડ કપ સમયે હું 8 કે 9 વર્ષનો હતો. પણ મેં સમાચારોમાં ભારતના વિજય વિશે વાંચ્યું. આ ખૂબ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. આ ફિલ્મનો ભાગ હું બની શક્યો છું તેનો મને આનંદ છે."

આ પણ વાંચો : આદિત્ય પંચોલીના માનહાનિ કેસમાં કંગના કોર્ટમાં રહી ગેરહાજર, સમન્સ પાઠવ્યા

જણાવીએ કે ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ દેવનું મુખ્ય પાત્ર રણવીર સિંહ ભજવે છે, જ્યારે દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 03:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK