Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video : 'પીછે દેખો પીછે' ફેમ અહમદ શાહે સોનુ સૂદને મોકલ્યો વીડિયો મેસેજ

Video : 'પીછે દેખો પીછે' ફેમ અહમદ શાહે સોનુ સૂદને મોકલ્યો વીડિયો મેસેજ

01 October, 2020 06:41 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Video : 'પીછે દેખો પીછે' ફેમ અહમદ શાહે સોનુ સૂદને મોકલ્યો વીડિયો મેસેજ

સોનુ સૂદ (ફાઇલ ફોટો)

સોનુ સૂદ (ફાઇલ ફોટો)


બોલીવુડ એક્ટર (Bollywood Actor) સોનુ સૂદ (Sonu Sood) હજી પણ સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેના આ પગલાંએ તેને આખા વિશ્વમાં પ્રખ્યાત કરી દીધો છે. બધાં લોકો સોનુ સૂદ (Sonu Sood)ને મેસેજ મોકલીને તેના વખાણ કરી રહ્યા છે. હવે પાકિસ્તાન (Pakistan Cute Boy) ક્યૂટ બૉય, જેનું નામ અહમદ શાહ (Ahmed Shah) છે તેણે પણ સોનુ સૂદ (Sonu Sood)ના ખૂબ જ વખાણ કર્યા છે. અહમદ શાહનો આ વીડિયો (Ahmed Shah video Viral on Social Media) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમ તો અહમદ શાહ પોતાના વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર હંમેશાં છવાયેલો રહે છે.

અહમદ શાહ આ વીડિયોમાં કહેતો દેખાય છે કે, "હેલો સોનુ સૂદ સર, કેમ છો, ઠીક છો, હું પણ ઠીક છું. હું અહમદ શાહ છું. મારા તરફથી તમને ઘણો બધો પ્રેમ, તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. આય લવ યૂ, ખુશ રહો." અહમદ શાહનો આ ક્યૂટ વીડિયો ખૂબ જ ચર્ચામાં છવાયો છે. ચાહકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અહમદ શાહ પાકિસ્તાનની સાથે-સાથે ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય થયો છે અહમદ શાહનો પહેલો વીડિયો ત્યારે વાયરલ થયો હતો જ્યારે તે સ્કૂલમાં પોતાની ટીચરને ધમકાવતો જોવા મળ્યો હતો. ટીચરે શેતાની કરતા આ બાળકની બૅગ છીનવી લીધી હતી અને અહમદને ગુસ્સો આવ્યો હતો. ટીચરને અહમદનો આ અંદાજ એટલો ગમ્યો કે તેણે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શૅર કરી દીધો અને આ વીડિયો જોત-જોતામાં વાયરલ થઈ ગયો હતો.



 
 
 
View this post on Instagram

Cute love Message from little Angels Ahmad shah nd Umer for @sonu_sood Sir ❤❤

A post shared by Peer Ahmad Shah (@cuteahmadshah01) onSep 24, 2020 at 11:47pm PDT


અહમદ શાહને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના માતા-પિતા સાથે પાકિસ્તાનના જેા ઇસ્માઇલ ખાન શહેરમાં રહે છે. અહમદ શાહની સોશિયલ મીડિયા પર જબરી ફૅન ફૉલોઇંગ છે. તેના ઘણાં ફૅન ક્લબ પણ બનેલા છે. ત્યારે સોનુ સૂદની વાત કરીએ તો કોરોના મહામારી વચ્ચે તે લોકોનો મસીહો સાબિત થયો છે. તેણે કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે લોકોની મદદ માટે પોતે આગળ આવ્યો છે. સોનુ સૂદે મહામારી દરમિયાન શહેરોમાં ફસાયેલા મજૂરોને સ્વસ્થ રીતે તેમના ઘરે પહોંચાડવા માટે બસ ટ્રેન અને પ્લેનની સગવડ કરી. તેની સાથે જ તેણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પણ ભારત પાછા આવવા માટે પ્લેન બુક કરાવ્યું. એટલું જ નહીં, કોરોના વૉરિયર્સ માટે પણ સોનુ સૂદે જૂહૂ સ્થિત પોતાની હોટલ પણ દાન કરી દીધી. આની સાથે જ મહામારીમાં લોકોને ફુડ પેકેટ્સ પણ વહેંચ્યા.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 06:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK