Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યોગી આદિત્યનાથને ફિલ્મનું પોસ્ટર ગિફ્ટ કર્યું પહલાજ નિહલાનીએ

યોગી આદિત્યનાથને ફિલ્મનું પોસ્ટર ગિફ્ટ કર્યું પહલાજ નિહલાનીએ

25 December, 2020 05:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગી આદિત્યનાથને ફિલ્મનું પોસ્ટર ગિફ્ટ કર્યું પહલાજ નિહલાનીએ

યોગી આદિત્યનાથને ફિલ્મનું પોસ્ટર ગિફ્ટ કર્યું પહલાજ નિહલાનીએ


ફિલ્મમેકર પહલાજ નિહલાનીએ પોતાની આગામી ફિલ્મ ‘અયોધ્યા કી કથા’નું પોસ્ટર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ભેટ આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટી બનાવવાની જાહેરાત યોગી આદિત્યનાથે થોડા સમય પહેલાં જ કરી હતી. પહલાજ નિહલાની યુપીમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરવાના છે. ‘અયોધ્યા કી કથા’ અયોધ્યા પર આધારિત હોવાથી ત્યાં મોટા ભાગનું શૂટિંગ કરવામાં આવશે. સાથે જ તેમની અન્ય ફિલ્મ ‘અનારી ઇઝ બૅક’નું શૂટિંગ પણ ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરીથી કરવામાં આવશે. આ ફિલ્મમાં રણદીપ હુડા અને મિથુન ચક્રવર્તી જોવા મળશે. ‘અયોધ્યા કી કથા’ વિશે પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘અયોધ્યા કી કથા’નું મોટા ભાગનું શૂટિંગ અહીં કરવામાં આવશે. ફિલ્મ ભગવાન રામ પર આધારિત છે. એથી એમાં આ પવિત્ર નગરીની કથા અને અયોધ્યાની ઝલક દેખાડવામાં આવશે. યુવાઓને ભગવાન રામની પૌરાણિક કથાઓ મોટી સ્ક્રીન પર જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટી બનવાથી લોકલ આર્ટિસ્ટ્સને કામ કરવાની તક મળશે. સાથે જ ટૂરિઝમને પણ વેગ મળશે. શૂટિંગની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ યોગ્ય સ્થાન છે, કારણ કે અહીં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વિવિધતા છે. ફિલ્મમેકર્સને અહીં સબ્સિડી તો મળશે જ સાથે જ શૂટિંગની પરમિશન પણ સરળતાથી મળી જશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK