Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 'પાતાલ લોક'ના ડિરેક્ટર અવિનાશ અરુણ પ્રાઇમ માટે બનાવશે 'ક્રૅશ કોર્સ'

'પાતાલ લોક'ના ડિરેક્ટર અવિનાશ અરુણ પ્રાઇમ માટે બનાવશે 'ક્રૅશ કોર્સ'

24 June, 2020 09:41 PM IST | Mumbai
Nirali Dave

'પાતાલ લોક'ના ડિરેક્ટર અવિનાશ અરુણ પ્રાઇમ માટે બનાવશે 'ક્રૅશ કોર્સ'

'પાતાલ લોક'ના ડિરેક્ટર અવિનાશ અરુણ પ્રાઇમ માટે બનાવશે 'ક્રૅશ કોર્સ'


ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની સિરીઝ ‘પાતાલ લોક’નાં ચારે બાજુ વખાણ થઈ રહ્યાં છે. આ ક્રાઇમ-થ્રિલરને અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરી છે અને અવિનાશ અરુણ એના ડિરેક્ટર છે. અવિનાશ અરુણ ‘દૃશ્યમ’, ‘મસાન’, ‘કારવાં’, ‘હિચકી’ સહિતની ફિલ્મોના સિનેમૅટોગ્રાફર રહી ચૂક્યા છે અને તેમણે ‘પાતાલ લોક’થી ડિજિટલ પ્લૅટફૉર્મ પર ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. હવે અવિનાશ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે જ બીજી વેબ-સિરીઝ બનાવવાના છે જેનું કામચલાઉ શીર્ષક ‘ક્રૅશ કોર્સ’ હશે. આ સિરીઝની વાર્તા રાજસ્થાનના કોટા શહેરમાં આઇઆઇટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓની આજુબાજુ ફરે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ વિષય પર ટીવીએફની અત્યંત પૉપ્યુલર સિરીઝ ‘કોટા ફૅક્ટરી’ અને ઍમેઝૉન પ્રાઇમની ‘લાખોં મેં એક’ બની ચૂકી છે. જોકે અવિનાશ અરુણનો દાવો છે કે ‘ક્રૅશ કોર્સ’ની સ્ટોરીલાઇન અને ટ્રીટમેન્ટ અન્ય શો કરતાં એકદમ અલગ હશે.



‘ક્રૅશ કોર્સ’ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને હાલમાં એનું કાસ્ટિંગ ચાલુ છે, જે જાણીતા કાસ્ટિંગ-ડિરેક્ટર મુકેશ છાબરા સંભાળી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2020 09:41 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK