Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'વિક્રમ ઔર બેતાલ'ના બેતાલ એટલે કે સજ્જન મધુબાલા અને નૂતનના હીરો

'વિક્રમ ઔર બેતાલ'ના બેતાલ એટલે કે સજ્જન મધુબાલા અને નૂતનના હીરો

17 May, 2020 06:00 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'વિક્રમ ઔર બેતાલ'ના બેતાલ એટલે કે સજ્જન મધુબાલા અને નૂતનના હીરો

સજ્જન

સજ્જન


સજ્જન લાલ પુરોહિતે પોતાના કરિઅરમાં લગભગ 150 જેટલી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં મધુબાલા, નૂતન, નલિની જયવંત જેવી અભિનેત્રીઓના હીરો બન્યા. પણ તેમને લોકપ્રિયતા નાના પડદા પરની સિરીયલ 'વિક્રમ ઔર બેતાલ'ના બેતાલ બનીને મળી. તેમના બે પુત્ર છે, બન્નેએ અભિનયમાં હાથ અજમાવ્યો. એક દીકરો સૂરજ, જે 'બાવર્ચી'માં જયા ભાદુડીની અપોઝિટમાં દેખાઇ ચૂક્યા છે. સજ્જનની આજે પુણ્યતિથિ છે, ત્યારે તેમને આજે યાદ કરીએ...

વર્ષ 1985માં રામાનંદ સાગરે 'વિક્રમ ઔર બેતાલ' નામે એક સિરીયલ બનાવી હતી, જેમાં વિક્રમ બન્યા હતા અરુણ ગોવિલ અને બેતાલની ભૂમિકા ભજવી હતી અભિનેતા સજ્જન લાલ પુરોહિતે. આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ સજ્જનના નામે જ જાણીતા હતા. રાજસ્થાનના જયપુરમાં વર્ષ 1921માં 15 જાન્યુઆરીના જન્મ થયો અને સજ્જનનું મૃત્યુ મુંબઇમાં 17 મે 2000ની સાલમાં થયું.



નાના પડદાના ધારાવાહિક 'વિક્રમ ઔર બેતાલ' કરતા પહેલા સજજ્ન ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. જો કે આશા પ્રમાણે સફળતા ન મળી. વર્ષ 1964 દરમિયાનના ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના વિશે કહ્યું હતું કે, "મારા છેલ્લા પ્રૉજેક્ટ્સ યાદ કરું, તો મને એવો રોલ પસંદ કરવામાં મુશ્કેલી થાય છે, જેને હું 'ઉત્કૃષ્ટ' કહી શકું. પ્રમાણિકતાથી કહું, તો મેં ક્યારેય એવું કલાત્મક પ્રદર્શન નથી કર્યું, જેને 'સર્વોત્કૃષ્ટ'ની શ્રેણીમાં રાખી શકાય."


સમયની સાથે કેટલાક કલાકારોને યાદ રાખવામાં આવે છે અને કેટલાક ભૂલાઇ જાય છે, પણ એનો એ અર્થ નથી કે તે કલાકાર 'ઉમદા' નથી રહ્યો. કે તેણે સારું કામ ન કર્યું હોય. સજ્જન લાલ પુરોહિતની વાત કરીએ તો તેઓ નૂતન, મધુબાલા, શ્યામા, નલિની જયવંત જેવી અભિનેત્રીઓના લીડિંગ મેન તરીકે સ્ક્રીન પર આવી ચૂક્યા છે.

એટલું જ નહીં તેમણે જુદાં જુદાં સમયમાં જુદાં જુદાં પ્રૉજેક્ટ્લ દ્વારા ઘણી લોકપ્રિયતા મળી. સિનેમાપ્રેમીઓ તેમના તે પાત્રોને આજે પણ યાદ કરે છે. હવે વર્ષ 1958માં આવેલી ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં તેમણે પ્રકાશચંદ નામનું પાત્ર ભજવ્યું, જ્યારે વર્ષ 1962માં રિલીઝ થયેલી ફિલ્મ 'બીસ સાલ બાદ'માં તેમણે ડિટેક્ટેવ મોહન ત્રિપાઠીનું પાત્ર ભૂલાય તેવું છે જ નહીં. તો વર્ષ 1964માં આવેલી ફિલ્મ 'અપ્રેલ ફૂલ'માં સજ્જને મોંટો નામનું પાત્ર ભજવ્યું હતું. રામાનંદ સાગરની ફિલ્મ 'આંખે'ના પણ સજ્જન ભાગ રહી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 06:00 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK