Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અમિતાભે તસવીર સાથે શૅર કરી પોસ્ટ

ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અમિતાભે તસવીર સાથે શૅર કરી પોસ્ટ

03 March, 2020 04:32 PM IST |

ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અમિતાભે તસવીર સાથે શૅર કરી પોસ્ટ

અમિતાભ બચ્ચને ‘અમર અકબર ઍન્થની’ના મુરત દરમ્યાનનો ફોટો શૅર કરીને તમામ કલાકારોને યાદ કર્યા છે.

અમિતાભ બચ્ચને ‘અમર અકબર ઍન્થની’ના મુરત દરમ્યાનનો ફોટો શૅર કરીને તમામ કલાકારોને યાદ કર્યા છે.


અમિતાભ બચ્ચને ‘અમર અકબર ઍન્થની’ના મુરત દરમ્યાનનો ફોટો શૅર કરીને તમામ કલાકારોને યાદ કર્યા છે. મલ્ટિસ્ટારર આ ફિલ્મ ૧૯૭૭માં રિલીઝ થઈ હતી. મનમોહન દેસાઈએ ફિલ્મને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિશી કપૂર, વિનોદ ખન્ના, નીતુ સિંહ, પરવીન બાબી અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ આજે પણ લોકોને એટલી જ પસંદ છે. ફિલ્મના મુરત વખતનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘અમર અકબર ઍન્થની’ના મુરતનો આ ફોટો છે. જમણી બાજુએ મનમોહન દેસાઈ, માથું નીચે રાખીને ઊભેલો હું, પરવીન બાબી, શબાના આઝમી, નીતુ સિંહ, વિનોદ ખન્ના અને ધરમજીએ ક્લૅપ આપી હતી. આ ફિલ્મ એકમાત્ર મુંબઈમાં પચીસ થિયેટર્સમાં પચીસ અઠવાડિયાં સુધી ચાલી હતી તો આખા ભારતની તમે કલ્પના કરી શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 04:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK