Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધબકારા વધારી દેશે જાન્હવી કપૂરની હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર

ધબકારા વધારી દેશે જાન્હવી કપૂરની હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર

06 December, 2019 04:22 PM IST | Mumbai Desk

ધબકારા વધારી દેશે જાન્હવી કપૂરની હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર

ધબકારા વધારી દેશે જાન્હવી કપૂરની હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર


જાન્હવી કપૂરની અપકમિંગ હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જાન્હવી સાથે મૃણાલ ઠાકુર, સુરેખા સીકરી અને શોભિતા ઘુલિપાલા પણ લીડ રોલમાં દેખાશે. ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, દિવાકર બેનર્જી અને કરણ જોહરના ડાયરેક્શનમાં બનતી આ ફિલ્મને 1 જાન્યુઆરીને નેટફ્લિકિસ પર રિલીઝ કરવામાં આવશે. 'ઘોસ્ટ સ્ટોરીઝ' સાથે જાન્હવી પણ ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. એટલું જ નહીં 'ઘોસ્ટ સ્ટોરીઝ' જાન્હવીની પહેલી હૉરર ફિલ્મ હશે.

શું છે ટીઝરમાં :




આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

ટીઝરની શરૂઆત થાય છે જાન્હવી કપૂરના શૉટ સાથે જેમાં તે બેન્ચ પર એકલી બેઠી છે. તેની પાસે એક મોટું વૃક્ષ છે જેની આસપાસ ઘણાં બધાં બાજ ફરતાં દેખાય છે. આ સિવાય ટીઝરમાં એક બાળકનો અવાજ પણ સંભળાય છે જે પોતાની માસીને બોલાવી રહ્યો છે આ પાત્રો સિવાય ટીઝરમાં શોભિતા ઘુલિપાલા, સુરેખા સીકરી અને ગુલશન દેવૈયાની પણ એક ઝલક બતાવવામાં આવી છે. ટીઝ જોઇને એક વાતનો અદાજો લગાડી શકાય છે કે ફિલ્મમાં એક હૉન્ટેડ હાઉસ બતાવવામાં આવ્યો છે, અને આ ઘર સાથે ફિલ્મની સ્ટોરી જોડાયેલી હશે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 04:22 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK