Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરની બહેનનો આજે જન્મદિવસ, માતા નીતૂ કપૂરે આ રીતે આપી શુભેચ્છા

રણબીર કપૂરની બહેનનો આજે જન્મદિવસ, માતા નીતૂ કપૂરે આ રીતે આપી શુભેચ્છા

15 September, 2019 05:57 PM IST | મુંબઈ ડેસ્ક

રણબીર કપૂરની બહેનનો આજે જન્મદિવસ, માતા નીતૂ કપૂરે આ રીતે આપી શુભેચ્છા

રિદ્ધિમા કપૂર

રિદ્ધિમા કપૂર


ફિલ્મ અભિનેતા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરનો આજે જન્મદિવસ છે. બોલીવુડની સદાબહાર અભિનેત્રી નીતૂ સિંહ આજે ખૂબ જ ખુશ છે. નીતૂ સિંહે સોશિયલ મીડિયા પર પોતાની દીકરીની એક સુંદર તસવીર શૅર કરી છે અને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. આ સિવાય તેણે એક સરસ મજાની પોસ્ટ પણ આ તસવીર સાથે શૅર કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

નીતૂ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મારી નાની પરીને જન્મદિવસની શુભેચ્છાઓ!!!! તમે અમને જેટલી ખુશી આપી છે એટલી જ ખુશી તમને મળે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... તમને આશીર્વાદ.." માતા નીતૂ કપૂરની પોસ્ટનો જવાબ આપતાં રિદ્ધિમા કપૂરે લખ્યું, "માઁ, થેન્ક યૂ, માઁ લવ યૂ મોસ્ટ."



 
 
 
View this post on Instagram

#practiceyogaeveryday ?????? #strongisthegoal #omganapatayenamaha?? #yogagirl ?‍♀️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onSep 1, 2019 at 11:56pm PDT


નોંધનીય છે કે નીતૂ કપૂર અને ઋષિ કપૂર તાજેતરમાં જ ભારત પાછા ફર્યા છે. ઋષિ કપૂર કેન્સરગ્રસ્ત હતા અને તેમની સારવાર છેલ્લા 1 વર્ષથી અમેરિકામાં થઈ રહી હતી. બન્ને તાજેતરમાં જ ભારત પાછા આવ્યા છે. જેવા સીનિયર કપૂર પાછા ઘરે આવ્યા, તેમનું સ્વાગત રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂરે ખૂબ જ સરસ રીતે કર્યું.


 
 
 
View this post on Instagram

HaPpY BiRtHdAy my lil girl !!! Wish you all the happiness that you give all of us !!! Bless you ??

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onSep 14, 2019 at 11:59am PDT

રિદ્ધિમા કપૂરના લગ્ન ભારત સાહની સાથે થયા. તે એક બિઝનેસમેન છે. રિદ્ધિમા સાહની ભલે ફિલ્મોમાં ન હોય પણ તેનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ લોકને ખૂબ જ ગમે છે.

 
 
 
View this post on Instagram

#practiceyogaeveryday ?????? #strongisthegoal #coreworkout #yogagirl ?‍♀️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onSep 5, 2019 at 11:44pm PDT

આ સિવાય તે પોતાની જ્વેલરી બ્રાન્ડ માટે લોકપ્રિય છે. ઋષિ કપૂરની સારવાર સમયે પણ કેટલાય અવસરે પિતા ઋષિ કપૂર સાથે જોવા મળી. રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે પણ તેન સારી મિત્રતા છે, એવું માનવામાં આવે છે. રિદ્ધિમા કપૂરનો આ વખતનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

તેની પાછળનું કારણ તેના પિતા ઋષિ કપૂર કેન્સરની સારવાર કરાવી પાછા સ્વદેશ આવી ગયા છે. ઋષિ કપૂરને મળવા ઘણીવાર તેમનો પરિવાર અમેરિકામાં ગયો છે. ઋષિ કપૂરે આવતાંની સાથે જ ફિલ્મોમાં કામ કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી દીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 05:57 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK