નવાઝુદ્દીન સિદ્દીકિએ 'ધ સ્ટ્રેન્જર ઈન મી' પુસ્તક કર્યું લોન્ચ, કહ્યું,'બની શકે ફિલ્મ'

Published: May 02, 2019, 18:42 IST | મુંબઈ

નવાઝુદ્દિન સિદ્દિકીએ 'પેરેલલ લાઈફ' કોન્સેપ્ટ પર લખાયેલા પુસ્તક 'ધ સ્ટ્રેન્જર ઈન મી'નું વિમોચન કર્યું છે. આ પુસ્તકને નીતા શાહ અને અદિતી મેદિરત્તાએ લખ્યું છે. આ

નવાઝુદ્દિન સિદ્દિકીએ 'પેરેલલ લાઈફ' કોન્સેપ્ટ પર લખાયેલા પુસ્તક 'ધ સ્ટ્રેન્જર ઈન મી'નું વિમોચન કર્યું છે. આ પુસ્તકને નીતા શાહ અને અદિતી મેદિરત્તાએ લખ્યું છે. આ પુસ્તક સપના, અધૂરી કામનાઓ અને વનસાઈડેડ લવ સ્ટોરી પર આધારિત છે. આ પુસ્તકને ઓમ બુક્સ ઈન્ટરનેશનલે પ્રકાશિત કરી છે.

નવાઝુદ્દિન વિશે વાત કરતા રાઈટર નીતા શાહે કહ્યું,'નવાઝ આપણા દેશના સૌથી વર્સેટાઈલ સુપરસ્ટારમાંના એક છે. તેમની લાઈફની અત્યાર સુધીની જર્ની એવા લોકો માટે પ્રેરણા છે, જે જીવનમાં પોતાના દમ પર કશુંક કરવા ઈચ્છે છે. નવાઝ અમારું પુસ્તક લોન્ચ કરવા આવ્યા એ વાતથી મને ગૌરવ થાય છે.' તો પુસ્તકના કો રાઈટર અદિતી મેદિરત્તાએ કહ્યું,'નવાઝે એક અચિવર છે, તે બધા જ એવા લોકો માટે પ્રેરણા છે, જેઓ સપના જોવાની હિંમત કરે છે. અમારા પુસ્તકના નાયકની જેમ જે પોતાના સપના પૂરા કરૂવા માટે તમામ મુશ્કેલીઓ સામે લડીને બહાર નીકળે છે.'

navazuddin siddiqui

તો પુસ્તક વિશે વાત કરતા નવાઝે કહ્યું કે,'ધ સ્ટ્રેન્જર ઈન મી ઘણી રીતે ખાસ છે. તેમાં ઘણાં ટ્વિસ્ટ છે. આ પુસ્તકમાં એક વ્યક્તિની લાગણીઓ ખૂબ જ સારી રીતે દર્શાવાઈ છે. કદાચ એટલે જ મને લાગે છે કે આ પુસ્તક પરથી ફિલ્મ બની શકે છે.'

આ પણ વાંચોઃ અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

આ બુક લોન્ચ ઈવેન્ટમાં નવાઝુદ્દિનની સાથે સાથે પ્રોડ્યુસર અશોક ઠકેરિયા, ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની, સિદ્ધાંત કપૂર, મ્યુઝિક કમ્પોઝર સુલેમાન મર્ચન્ટ પણ હાજર રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK