Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રવીના ટંડન અને મનીષ પૉલ વચ્ચે તકરાર, કલાક સુધી અટક્યું શૂટિંગ

રવીના ટંડન અને મનીષ પૉલ વચ્ચે તકરાર, કલાક સુધી અટક્યું શૂટિંગ

15 September, 2019 05:34 PM IST | મુંબઈ ડેસ્ક

રવીના ટંડન અને મનીષ પૉલ વચ્ચે તકરાર, કલાક સુધી અટક્યું શૂટિંગ

રવીના ટંડન (તસવીર સૌજન્ય રવીના ટંડન ઇન્સ્ટાગ્રામ)

રવીના ટંડન (તસવીર સૌજન્ય રવીના ટંડન ઇન્સ્ટાગ્રામ)


ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન હાલ ડાન્સ રિયાલિટી શૉ નચ બલિએ 9 જજ કરી રહી છે. રવીના ટંડનનો તાજેતરમાં શૉના સેટ પર હોસ્ટ મનીષ પૉલ સાથે ઝગડો થયો હતો. શૉના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન મનીષે કાનમાં ઇયરપીસ લગાડી રાખ્યું હતું. એવામાં તેને કંઇક કરવાનું કહેવામાં આવ્યું અને તેણે મોઢું બનાવ્યું. જ્યારે તેણે મોઢું બનાવ્યું ત્યારે સામે ઊભેલી રવીનાએ જોઈ લીધું.

ત્યાર બાદ રવીના ખરાબ લગાડીને પોતાની વેનિટીમાં ગઈ, જેના પછી મનીષ પણ પોતાની વેનિટી વેનમાં ગયો. ત્યાર પછી બન્ને કલાકારોને મનાવવા માટે પ્રૉડક્શન ટીમે શૂટિંગ લગભગ એક કલાક અટકાવવું પડ્યું હતું.




નચ બલિએ 9ને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. નચ બલિએ રવીનાનો જજ તરીકે ત્રીજો ટીવી શૉ છે. તે આ પહેલા સબસે બડા કલાકાર અને ધ ડ્રામા કંપનીમાં જજ તરીકેની ભૂમિકા ભજવી ચૂકી છે. નચ બલિએ 9નો વીકએન્ડ ટીઝર રિલીઝ થયું છે. જેમાં રવીના કોન્ટેસ્ટન્ટ ઉર્વશી ઢોલકિયા સાથે જીભાજોડી કરતી દેખાય છે.


રવીનાએ તેના પર લાગેલા આરોપ બાબતે ઉર્વશીનો સામનો કરવાનો નિર્ણય કર્યો કે જજ કેટલાક કોન્ટેસ્ટન્ટ પ્રત્યે બાયસ્ડ હતા. આ વીડિયોમાં રવીના કહે છે કે, "તમને એક અવસર આપવામાં આવ્યો. તમારે સેટની બહાર આવા નિવેદનો આપવાનો કોઇ જ અધિકાર નથી." આ બાબતે ઉર્વશી જવાબ આપે છે કે, "શું અમને ક્યારેય આ મંચ પર બોલવાની તક મળી છે?" આ બાબતે જજ અહમદ ખાને કહ્યું, "રવીના બોલી રહી છે, તેને પૂરું કરી લેવા દો."

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની શરૂઆતમાં ઉર્વશી અને તેના પાર્ટનર અનુજ સચદેવાને શૉમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને હવે બન્નેને વાઇલ્ડ કાર્ડ દ્વારા ફરી તક મળી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 05:34 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK