પતિ અભિનવ શુક્લાની શોર્ટ ફિલ્મ બરેલી કી બેટીમાં રુબીના દિલૈક

Published: 29th January, 2020 15:24 IST | Mumbai

‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ કી’ માટે જાણીતી રુબીના દિલૈક તેના પતિ અભિનવ શુક્લાની શોર્ટ ફિલ્મ ‘બરેલી કી બેટી : ધ યંગેસ્ટ સર્વાઇવર’માં કામ કરી રહી છે.

રુબીના દિલૈક
રુબીના દિલૈક

‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ કી’ માટે જાણીતી રુબીના દિલૈક તેના પતિ અભિનવ શુક્લાની શોર્ટ ફિલ્મ ‘બરેલી કી બેટી : ધ યંગેસ્ટ સર્વાઇવર’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કન્યા ભૃણહત્યા વિશે વાત કરવામાં આવી છે જેને અભિનવે ડિરેક્ટ કરી છે. આ વિશે વાત કરતાં અભિનવે કહ્યું હતું કે ‘અમારી ‘બરેલી કી બેટી’ બરેલીની વાત્સવિક ઘટના પરથી પ્રેરિત છે. એક કપલને મૃતહાલતમાં બાળકનો જન્મ થયો હતો અને તેઓ જ્યારે તેની દફન વિધી માટે ખાડો ખોદી રહ્યાં હતાં ત્યારે તેમને એ જગ્યા બે-ત્રણ ફૂટ જમીનની અંદરથી એક નવજાત દીકરી મળી આવી હતી. તેને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તે જીવી પણ હતી. આ ઘટના દુનિયાભરમાં જાણીતી બની હતી અને એથી જ મેડિસિન બૉક્સ પ્રોડક્શન આને ફરી લોકો સમક્ષ રજૂ કરવા માગતી હતી. લોકો આજે કોઈ પણ ઘટનાને બહુ જલદી ભૂલી જાય છે અને એથી જ અમે આ ઘટનાને ફિક્શન રૂપે વધુ ઇફેક્ટિવ બનાવી રહ્યાં છીએ. આ ફિલ્મમાં રુબીના ફિમેલ પ્રોટોગોનિસ્ટનું પાત્ર ભજવી રહી છે. તેની સાથે પ્રનય દિક્ષીત અને તાન્યા અબ્રોલ પણ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK