મિસ્ટર સંજય અને મિસિસ મધુ ફરી આવી રહ્યા છે

Published: Nov 15, 2019, 10:49 IST | Path Dave | Mumbai

TVFની સબસિડરી ચેનલ ગર્લિયપાની સિરીઝ મિસ્ટર એન્ડ મિસિસની બીજી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. જાણો તેની તમામ વિગતો

બિસ્વપતિ સરકાર(સંજય) અને નિધી બિશ્ત(મધુ)
બિસ્વપતિ સરકાર(સંજય) અને નિધી બિશ્ત(મધુ)

પરમેનન્ટ રુમમેટ્સ, બેચલર્સ, ટ્રિપલિંગ અને કોટા ફેક્ટરી સહિતની ક્વોલિટી વેબ-સિરીઝ બનાવવા માટે જાણીતા ઓનલાઈન પ્લેટફૉર્મ ‘ધ વાયરલ ફિવર’(TVF)ની જાણીતી સિરીઝ ‘મિસ્ટર એન્ડ મિસિસ’ની બીજી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.   
 ૨૦૧૦માં શરૂ થયેલા TVFની સબસિડરી ચાર ચેનલ્સ છે: ગર્લીયાપા, સ્ક્રિનપત્તી, ટાઈમલાઈનર્સ અને ટીવીએફ માચી. ચારેયમાં જુદી-જુદી શૉર્ટ ફિલ્મો, સોશિયલ મીડિયા વિડિયોઝ અને વેબ-સિરીઝ બનતી રહે છે. તેઓ ટીવીએફ વેબસાઈટ તથા યુ-ટ્યુબ બંને પર ફ્રિ ઑફ કોસ્ટ પબ્લિશ કરતા રહે છે. ‘ગર્લિયપા’ની પતિ-પત્નીની મીઠી નોંકઝોક, ઝઘડા, વાતો,  વગેરે રજૂ કરતી સિરીઝ ‘મિસ્ટર એન્ડ મિસિસ’ રિલીઝ થઈ હતી જેમાં બિસ્વપતિ સરકાર(સંજય) અને નિધી બિશ્તે(મધુ) મુખ્ય પાત્રો ભજવ્યા હતા. સાડા ૬થી ૧૨ મિનિટના તે ૯ એપિસોડ્સ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. હવે તેની બીજી સિઝન આવી રહી છે જે આકાંક્ષા દુઆ ડિરેક્ટ કરશે. જર્નાલિસ્ટ અર્નબ ગોસ્વામી જેવા ગેટ-અપ અને હાવભાવ સાથે બિસ્વપતિ સરકારે રજૂ કરેલા શો ‘બેરલી સ્પિકિંગ વિથ અર્નબ’ ખાસો લોકપ્રિય થયો હતો. TVFના મોટાભાગના પ્રોજેક્ટ્સની જેમ અહીં પણ હ્યુમર અને વિટી ડાયલૉગ્સનો તડકો જોવા મળશે.

Loading...

Tags

tv show
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK