Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોતીચૂર ચકનાચૂરનું ટ્રેલર રિલીઝઃ નવાઝ અને અથિયા એક સાથે આવશે નજર

મોતીચૂર ચકનાચૂરનું ટ્રેલર રિલીઝઃ નવાઝ અને અથિયા એક સાથે આવશે નજર

12 October, 2019 02:44 PM IST | મુંબઈ

મોતીચૂર ચકનાચૂરનું ટ્રેલર રિલીઝઃ નવાઝ અને અથિયા એક સાથે આવશે નજર

ફિલ્મનું એક દ્રશ્ય

ફિલ્મનું એક દ્રશ્ય


નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટીની ફિલ્મ મોતીચૂર ચકનાચૂરની ટ્રેલર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન દેબમિત્રા  બિસ્વાલે કહ્યું છે. આ ફિલ્મ બે એવા લોકોની કહાની છે, જે પોતાના જીવન સાથીની શોધમાં છે. ફિલ્મમાં નવાઝુદ્દી સિદ્દીકીએ પુષ્પિંદર ત્યાગીની ભૂમિકા નિભાવી છે.

ટ્રેલરથી ખબર પડે છે કે પુષ્પિંદરની સ્થિતિ નિરાશાજનક છે. તે બેરોજગાર છે, સામાન્ય પરિવારમાંથી આવે છે અને એટલો સારો દેખાતો પણ નથી. જે બાદ ટ્રેલરનુ ફોકસ અથિયા શેટ્ટી પર જતું રહે છે.

ફિલ્મમાં તેમણે અનીતાની ભૂમિકા નિભાવી છે, જે એક એનઆરઆઈ સાથે લગ્ન કરવા માંગે છે. જો કે નવાઝુદ્દીન કોઈ એનઆરઆઈ નથી અને દુબઈમાં પોતાની નોકરી ખોઈ ચુક્યા છે, જ્યારે તેઓ ત્યાંથી પાછા આવ્યા હતા. શું બંનેના લગ્ન બચી રહેશે કે બંને અલગ થઈ જશે? એ તો માત્ર સમય જ બચાવશે. ટ્રેલરને શેર કરતા નવાઝુદ્દીને ટ્વિટર પર લખ્યું કે, માઈસેલ્ફ પુષ્પિંદર...લેવા દેવા માટે એક છોકરી તો મળી ગઈ, પણ હવે શું થશે?

આ ફિલ્મમાં એક સની લિયોનનું એક સ્પેશિયલ નંબર પણ છે. ફિલ્મમાં વિભા ચિબ્બર, નવીન પરિહાર, વિવેક મિશ્રા, વરૂણા પાંડે, સંજીવ વત્સ, અભિષેક રાવત અને ઉષા નાગર પણ છે. મોતીચૂર ચકનાચૂર 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. નવાઝુદ્દીન અને અથિયા શેટ્ટીની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા બંને અલગ અલગ ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી આ પહેલા વેવ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2માં પણ નજર આવી ચુક્યા છે. સીરિઝમાં તેની સાથે સૈફ અલી ખાન અને કલ્કિ પણ મહત્વની ભૂમિકામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ પહેલાની ફિલ્મો સફળ થઈ ચુક્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 02:44 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK