મધર્સ ડે પર પોતાની મમ્મીને વિશ કર્યું બૉલીવુડ સેલિબ્રિટીએ

Published: May 13, 2019, 10:51 IST | મુંબઈ

મધર્સ ડેના અવસરે ગઈ કાલે બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ પોતાની મમ્મીને વિશ કર્યું હતું.

જાહ્નવી કપૂરે મમ્મીને કરી યાદ
જાહ્નવી કપૂરે મમ્મીને કરી યાદ

મધર્સ ડેના અવસરે ગઈ કાલે બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ પોતાની મમ્મીને વિશ કર્યું હતું. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પર મમ્મી સાથેનો ફોટો શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ચાલો જોઈ લઈએ કોણે શું મેસેજ લખ્યો છે.

અનુપમ ખેરે તેમની મમ્મીનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જેમાં તેમની મા દુલારી કહી રહ્યાં છે કે ‘દરરોજ મધર્સ ડે હોવો જોઈએ, કારણ કે માના પ્રેમનું ઋણ કદી ચૂકવી ન શકાય. માની સામે તો ભગવાન પણ હારી જાય છે. દરેકને હૅપી મધર્સ ડે. દરરોજ તમારી મમ્મીને ગળે લગાવીને ભેટો.’

sonakshi_sinha

મમ્મી સાથે સોનાક્ષી સિંહા

આમિર ખાને પોતાના બાળપણનો તેની મમ્મી સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘અમ્મી અને હું. દુનિયાની સૌથી સારી મા.’

shilpa_shetty

મમ્મી સાથે યોગા કરતી શિલ્પા શેટ્ટી કુન્દ્રા

કરણ જોહરે તેની મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મમ્મીઓ તો સુપરહીરોઝ છે જે પોતાનાં બાળકો માટે ઇન્ફિનિટી વૉર્સ કરે છે. સાથે જ એ વાતની પણ ખાતરી રાખે છે કે તેમની લાઇફમાં આ ગેમનો એન્ડ ન થાય.

દરેક તકલીફોને માત આપે છે. હૅપી મધર્સ ડે મારી સુપરહીરોને. લવ યુ સો મચ મૉમ.’

shraddha_kapoor

શ્રદ્ધા કપૂરે મમ્મી સાથે ફોટો શૅર કર્યો હતો.

શિલ્પા શેટ્ટી કુન્દ્રાને યોગ પ્રતિ ખાસ્સો લગાવ હોવાથી તેણે પોતાની મમ્મી અને દીકરા સાથે યોગ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘આ રીતે અમે અમારા મધર્સ ડેની શરૂઆત કરી હતી. જે ફૅમિલી સાથે યોગ કરે છે તે સાથે-સાથે સ્વસ્થ પણ રહે છે. હૅપી મધર્સ ડે મા. મારા માટે તું બેસ્ટેસ્ટ મૉમ છે. પ્રેમ હંમેશાં દિલની અંદર હોય છે. હું તારી પ્રશંસા કરું છું. દરેક અદ્ભુત, સ્ટ્રૉન્ગ અને મલ્ટિટાસ્કિંગ સુપરમૉમને હૅપી મધર્સ ડે. હું દરેક માટે પ્રાર્થના કરું છું કે તમારું આરોગ્ય સારું રહે. તમારી જાતની કાળજી રાખો, કારણ કે તમાર પૂરી ફૅમિલીનું ધ્યાન રાખવાનું છે.’

sonam_kapoor

સોનમનો બાળપણનો ફોટો

કૅટરિના કૈફે તેની મમ્મીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી કેટલી સુંદર દેખાઈ રહી છે. રોઝિસ આર રેડ, વાયલેટ્સ આર બ્લુ; ધેર ઇઝ નો વન ડિયરર ધૅન મૉમ લાઇક યુ. તેનું હાર્ટ સોના જેવું છે. તેના માટે આ પ્રશંસા બંધ બેસે છે.’

જૅકલિન ફર્નાન્ડિસે પણ તેની મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મિ‌સ‌િંગ માય મમ્મા. હૅપી મમ્મીઝ ડે.’

સોનાક્ષી સિંહાએ પ‌ણ તેની મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે હૅપી મધર્સ ડે.

સોનમ કપૂર આહુજાએ પણ પોતાના બાળપણનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘મારી લાઇફની સૌથી પ્રેમાળ અને સ્પેશ્યલ પર્સનને હૅપી મધર્સ ડે. તું મારી સ્ટ્રેન્ગ્થ છે. મારું હાર્ટ અને હિંમત છે. મૉમ આઇ લવ યુ સો મચ. એક દિવસ કે એક વર્ષથી એ નક્કી ન થઈ શકે કે તું મારી અને ફૅમિલી માટે કેટલી અગત્યની છે.’

શ્રદ્ધા કપૂરે પણ તેની મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી મારી લાઇફ અને મારું બધું જ છે. હૅપી મધર્સ ડે મમ્મી. તારો નિઃસ્વાર્થ પ્રેમ, તારો જાદુ, તું જે રીતે સૌની દેખરેખ રાખે છે એનાથી મને પણ પ્રેરણા મળે છે કે હું પણ તારા જેવી બનું.’

સારા અલી ખાને તેની મમ્મી અમ્રિતા સિંહનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મીને હૅપી મધર્સ ડે. મારી સ્ટ્રેન્ગ્થ બનવા માટે, મને પ્રોત્સાહન આપવા અને પ્રેરણા આપવા માટે થૅન્ક યુ મા. આશા રાખું છું કે હું તારા જેવી ૧૦ ટકા મહિલા બની શકું.’
જાહ્નવી કપૂરે પણ મમ્મી માટે ખાસ મેસેજ લખ્યો હતો. તેની મમ્મી શ્રીદેવી સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને જાહ્નવીએ ટ્વીટ કર્યું હતું કે ‘તેમનું ધ્યાન રાખો, તેમની વાતો સાંભળો, તેમને દુનિયાની તમામ ખુશીઓ આપો. હૅપી મમ્મીઝ ડે.’

milind_soman

મિલિંદ સોમણની ૮૦ વર્ષની મમ્મીએ કર્યાં પુશ-અપ્સ

મિલિંદ સોમણે તેની ૮૦ વર્ષની મમ્મી ઉષા સોમણ સાથે પુશ-અપ્સ કર્યાં હતાં. ગઈ કાલે મધર્સ ડે નિમિત્તે મિલિંદ સોમણે તમામ મહિલાઓને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો મેસેજ આપ્યો હતો. પોતાની મમ્મી સાથે પુશ-અપ્સ કરતો વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને મિ‌લિંદે ટ્વીટ કર્યું હતું કે ‘હજી પણ મોડું નથી થયું. ઉષા સોમણ, મારી મમ્મી. ૮૦ વર્ષની યુવાન. દરરોજ મધર્સ ડે તરીકે મનાવો. આ મેસેજ દરેક મહિલાઓ માટે છે. દરરોજ તમારા માટે પણ થોડો સમય કાઢો. પછી ભલે એ પાંચ મિનિટ હોય કે પછી ૧૦ મિનિટ હોય. તમારી સવલત પ્રમાણે કસરત કરી શકો છો. અમે તમને બધાંને ફિટ જોવા માગીએ છીએ. હૅપી મધર્સ ડે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK