Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમારીના રોલથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે માનુષી છિલ્લર

રાજકુમારીના રોલથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે માનુષી છિલ્લર

08 May, 2019 11:53 AM IST |

રાજકુમારીના રોલથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે માનુષી છિલ્લર

 માનુષી છિલલર ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ સાથે કરી શકે ડેબ્યૂ

માનુષી છિલલર ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ સાથે કરી શકે ડેબ્યૂ


બોલીવૂડ સ્ટારના બાળકોની ફિલ્મોમાં એક પછી એક એન્ટ્રી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે 2017 મિસ વર્લ્ડ ખિતાબ જીતનારી માનુષી છિલ્લર હવે બોલીવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. મળી રહેલી માહિતી પ્રમાણે મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી માનુષી છિલ્લર બોલીવુડમાં એક્શન કિંગ અક્ષય કુમાર સાથે પોતાનું બોલીવુડ ડેબ્યું કરશે.

માનુષી છિલ્લર આ ફિલ્મથી ડેબ્યુ કરશે



માનુષી છિલ્લર વર્ષ 2017માં જ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. સૂત્રોની માહિતી પરથી અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ઐતિહાસિક યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાનની બાયોપિકમાં સાથે જોવા મળી શકે છે. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાનની બાયોપિક યશરાજ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.


માનુષી બોલ્ડ ફોટોશુટના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી

ગત દિવસોમાં પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે માનુષી છિલ્લર ચર્ચામાં આવી હતી. ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણમાં માનુષી રાજકુમારી સંયુક્તાનો રોલ નિભાવશે. જણાવી દઈએ કે માનુષી હાલ તેની ડેબ્યૂની તૈયારીઓમાં વ્યસ્ત છે. માનુષી છિલ્લાર હાલ એક્ટિંગ અને ડાંસ વર્કશોપમાં ભાગ લઈ રહી છે.


આ પણ વાંચો:Met Gala 2019: પ્રિયંકા ચોપરા કરતા જેઠાલાલનો લૂક વધારે હિટ

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ સાથે ફેમિના મિસ ઈન્ડિયા 2017નો ખિતાબ પણ જીતી ચૂકી છે. માત્ર 21 વર્ષીય માનુષી દિલ્હીની સેન્ટ થોમસ સ્કૂલ અને સોનીપતની ભગત ફૂલ સિંહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 11:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK